ગુજરાતના રાજકારણમાં અસદુદ્દીન ઓવૈસીની એન્ટ્રી, લોક્સભાની ૨ બેઠક પર ઉમેદવાર ઉતારશે

અમદાવાદ, ભરુચ લોક્સભા બેઠક ઉપર મનસુખ વસાવા સામે ચૈતર વસાવા તેમજ છોટુ વસાવાની પાર્ટી તરફથી જો કોઇ ઉમેદવાર આવે તો એ સિવાય હવે એઆઇએમઆઇએમ પાર્ટીનો પણ ઉમેદવાર જોડાશે. આ ઉપરાંત મહત્વની ગણાતી એવી ગાંધીનગર લોક્સભા બેઠક જ્યાંથી દેશના ગૃહ મંત્રી અમિત શાહ લડી રહ્યા છે એ બેઠક ઉપર પણ એઆઇએમઆઇએમ ઉમેદવાર ઉતારશે.એઆઇએમઆઇએમએ ઉમેદવારની પસંદગી માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ભરૂચમાં ભાજપ અને ઇન્ડિયા’ સામે એઆઇએમઆઇએમ લડશે.

મહત્વની વાત એ છે કે એઆઇએમઆઇએમની એન્ટ્રી માત્રથી રાજકીય સમીકરણોમાં પરિવર્તન આવશે. કારણ કે ફક્ત બે બેઠકો ઉપર ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા છે, ત્યારે રાજકીય નિવેદનબાજીઓની અસર પણ લોકમાનસ ઉપર પડતી હોય છે, એવામાં અસદુદ્દીન ઓવૈસી દ્વારા ઉમેદવારોની પસંદગી કયા પ્રકારે કરાય છે અને બંને ઉમેદવારો આ બેઠક ઉપર કેવી અસર કરશે એ જોવાનું રસપ્રદ રહેશે.

ભરુચ લોક્સભા બેઠક ઉપર મનસુખ વસાવા સામે ચૈતર વસાવા તેમજ છોટુ વસાવાની પાર્ટી તરફથી જો કોઇ ઉમેદવાર આવે તો એ સિવાય હવે એઆઇએમઆઇએમ પાર્ટીનો પણ ઉમેદવાર જોડાશે. આ ઉપરાંત મહત્વની ગણાતી એવી ગાંધીનગર લોક્સભા બેઠક જ્યાંથી દેશના ગૃહ મંત્રી અમિત શાહ લડી રહ્યા છે એ બેઠક ઉપર પણ એઆઇએમઆઇએમ ઉમેદવાર ઉતારશે.