દાહોદ, દાહોદ અનાજ માધ્યમ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર એન્ડ એલ પંડ્યા હાઇસ્કુલ અને વિજ્ઞાન ગુર્જરી દ્વારા ગુજરાતના વૈજ્ઞાનિકો તેમના અમૂલ્ય વિજ્ઞાન ક્ષેત્રે આપેલા યોગદાનને સમાજના દરેક વર્ગ સુધી પહોંચે તે શુભ આશયથી ગુજરાતના મહાન ગણિતશાસ્ત્રી પ્રોફેસર પી.સી.વૈઘની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી. 23 મે 1918 માં જુનાગઢ જીલ્લામાં સામાન્ય બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા પ્રહલાદ ચુનીલાલ વૈધ આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ શાસ્ત્રમાં બેનમૂન સંશોધન કર્યું આવા મહાન ગણિતશાસ્ત્રીની સિદ્ધિઓને સમાજમાં ઉજાગર કરવા અને વિદ્યાર્થીઓને માહિતગાર કરવાનો કાર્યક્રમ મુખ્ય મહેમાન શ્રીરાજ પટેલ જોઈન્ટ ડાયરેક્ટર નવજીવન વિદ્યા સંકુલ અને અતિથિ વિશેષ ઇન્ચાર્જ આચાર્ય આર.એસ.પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો. કાર્યક્રમની ભૂમિકા અને સ્વાગત પ્રવચન વિજ્ઞાન ગુર્જરી જીલ્લા કોર્ડીનેટર કમલેશ લીમ્બાચીયા દ્વારા આપવામાં આવ્યું. વિદ્યાર્થી વિજ્ઞાન મંથન વિશેની માહિતી હેતલબેન કિશોરી દ્વારા આપવામાં આવી. પ્રોફેસર પી.સી.વૈઘ વિશેની તલસ્પર્શી માહિતી પ્રતીક્ષાબેન પંચાલ દ્વારા આપવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોમલબેન પ્રિયદર્શી અને આભાર વિધિ સહ કોર્ડીનેટર ઉમંગ દરજી દ્વારા કરવામાં આવી. જેમાં શિક્ષક મિત્રો અને ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.