ગુજરાતના ઓપનર રિદ્ધીમાનની વિકેટ ઝડપીને કાગિસો રબાડાએ વિક્રમ તોડ્યો

મોહાલી,આઇપીએલ ૨૦૨૩ ની ૧૮મી મેચ પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ગુરુવારે મોહાલીમાં રમાઈ હતી. આ મેચમાં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ પંજાબ કિંગ્સ હોમ ગ્રાઉન્ડમાં પ્રથમ બેટિંગ માટેમ મેદાને ઉતર્યુ હતુ. પંજાબ કિંગ્સે નિર્ધારીત ૨૦ ઓવરમાં ૧૫૩ રનનો સ્કોર ૮ વિકેટ ગુમાવીને નોંઘાવ્યો હતો. યોજના મુજબ ગુજરાતની ટીમ લક્ષ્યનો પિછો કરતા મેદાને ઉતરી હતી. આ દરમિયાન પંજાબને પ્રથમ સફળતા કાગિસો રબાડાએ અપાવી હતી.

રબાડાએ પ્રથમ સફળતા પંજાબને અપાવવા સાથે જ ઈતિહાસ રચી દીધો હતો. તે આઇપીએલમાં ૧૦૦ મી વિકેટ ઝડપી ચૂક્યો હતો. આ વિકેટ ઝડપતા જ એક મોટો વિક્રમ તોડી દીધો હતો. હવે એ રેકોર્ડ કાગિસો રબાડાએ પોતાના નામે કરી લીધો છે. તેણે હવે ૧૦૦ વિકેટ ઝડપવાના મામલામાં લસિથ મલિંગાનો રેકોર્ડ તોડ્યો હતો. જોકે પંજાબના આ બોલરે ગુજરાત સામેની મેચમાં માત્ર એક જ વિકેટ ઝડપી હતી.

કાગિસો રબાડાએ ગુજરાત ટાઈટન્સના ઓપનર રિદ્ધીમાન સાહાને પોતાનો શિકાર પાંચમી ઓવરમાં બનાવ્યો હતો. એ સમયે સાહા ૩૦ રન નોંધાવીને રમતમાં હતો. પરંતુ તેના માટે રમતનો ૧૯મા બોલનો સામનો પોતાનો ખેલ ખતમ સાબિત થયો હતો. રબાડાએ શિકારી બોલ નાંખ્યો હતો અને સાહા મેથ્યૂ શોર્ટના હાથમાં કેચ ઝડપાયો હતો. રબાડાએ સાહાનો શિકાર કરતા જ પોતાની આઈપીએલમાં ૧૦૦મી વિકેટ ઝડપી હતી. આ સાથે જ તેણે પોતાના નામે એક ખાસ રેકોર્ડ નોંધાવ્યો હતો.