ગુજરાતના નવા મંત્રીઓના વિભાગોની ફાળવણી કરવામાં આવી

ગાંધીનગર,

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલના બીજા કાર્યકાળની શરૂઆત થઇ ગઇ છે. આજે ભુપેન્દ્ર પટેલે રાજયના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતાં મુખ્યમંત્રીની સાથે આઠ કેબિનેટ મંત્રીઓ,બે રાજયકક્ષાના (સ્વતંત્ર હવાલો) મંત્રીઓ અને છ રાજયમંત્રીઓએ પોતાના પદના શપથ લીધા હતાં સોગંદવિધિ બાદ સાંજે છ કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતા માં પહેલી મંત્રીમંડળની બેઠક મળી હતી આ બેઠક બાદ દરેક નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરી દેવામાં આવી છે જે નીચે પ્રમાણે છે.

ભુપેન્દ્ર પટેલ : મુખ્યમંત્રી,સામાન્ય વહીવટ,વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન ગૃહ અને પોલીસ હાઉસીંગ મહેસુલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ,પંચાયત માર્ગ અને મકાન અને પાટનગર યોજના,ખાણ અને ખનિજ,યાત્રાધામ વિકાસ,નર્મદા અને કલ્પસર બંદરો માહિતી અને પ્રસારણ નશાબંધી અને આબકારી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીશ્રીઓને ન ફાળવેલ વિષયો

કનુભાઇ મોહનભાઇ દેસાઇ,નાણાં ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ

ૠષિકેશભાઇ પટેલ : આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ,ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ કાયદો ન્યાયતંત્ર વૈધાનિક અને સંસદીય બાબતો

રાધવજીભાઇ પટેલ : કૃષિ પશુપાલન,ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ ગ્રામ ગ્ાૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ

બળવંતસિંહ રાજપુત : ઉદ્યોગ લધુ શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ કુટીર ખાદી અને ગ્રામોદ્યોગ નાગરિક ઉડયન શ્રમ અને રોજગાર

કુવરજીભાઇ બાવળીયા : જળસપત્તિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો

મુળુભાઇ બેરા : પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃતિઓ વન અને પર્યાવરણ કલાઇમેટ ચેન્જ

ડો કુબેરભાઇ ડીંડોર : આદિજાતી વિકાસ,પ્રાથમિક માયમિક અને પ્રૌઢ શિક્ષણ

ભાનુબેન બાબરીયા : સામાજિક ન્યાય અને અધિકારીતા,મહિલા અને બાળ કલ્યાણ,

રાજયકક્ષાના મંત્રીઓના ખાતા

હર્ષ સંધવી : રમત ગમત અને યુવક સેવા,સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન,બિન નિવાસી ગુજરાતી પ્રભાગ,વાહન વ્યવહાર ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ નાગરિક સંરક્ષણ જેલ સરહદી સુરક્ષા તમામ સ્વતંત્ર હવાલો ગૃહ અને પોલીસ હાઉસીંગ ઉદ્યોગ સાંસ્કૃતિક પ્રવૃતિ (રાજયકક્ષા)

જગદીશ વિશ્ર્વકર્મા : સહકાર મીઠ ઉદ્યોગ છાપકામ અને લેખન સામગ્રી પ્રોટોકોલ તમામ સ્વતંત્ર હવાલો,લધુ સૂક્ષ્મ અને મયમ ઉદ્યોગ કુટીર ખાદી અને ગ્રામોદ્યોગ નાગરિક ઉડયન ( રાજયકક્ષા)

પરષોતમ સોલંકી : મત્સ્યોદ્યોગ અને પશુપાલન

બચુભાઇ મગનભાઇ ખાબડ : પંચાયત કૃષિ

મુકેશભાઇ પટેલ : વન અને પર્યાવરણ,કલાઇમેટ ચેન્જ જળ સંપત્તિ અને પાણી પુરવઠા

પ્રફુલ્લભાઇ પાનસેરીયા : સંસદીય બાબતો પ્રાથમિક માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ ઉચ્ચ શિક્ષણ

ભીખુસિંહ ચતુરસિંહ પરમાર : અન્ય અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારીતા

કુંવરજીભાઇ હળપતી આદિજાતી વિકાસ,શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ