ગુજરાતના ધારાસભ્યોને આર્ટિકલ ૩૭૦ ફિલ્મ બતાવવામાં આવશે

અમદાવાદ, ઘણી વખત ઘણી ફિલ્મો સત્ય ઘટનાને એવી રીતે રૂપેરી પડદા ઉપર ઉતારતી હોય છે કે તેની ઊંડી છાપ સમાજ ઉપર છોડી જાય છે. આવી ફિલ્મો સમાજમાં મૂલ્યો, આદર્શોનું રોપણ કરીને લોકોને સત્યથી રૂબરૂ કરાવતી હોય છે. આપણા રાજનૈતિક અને સાંસ્કૃતિક ઇતિહાસને વાચા આપતી ઘણી ફિલ્મો અત્યાર સુધી આપણે જોઈ છે. જે ફિલ્મ જોયા બાદ આપણને ગર્વનો અનુભવ થતો હોય છે. ત્યારે હાલમાં તાજેતરમાં જ એક એવી ફિલ્મ આવી છે. જે આપણા દેશના એક અગત્યના કિસ્સાને દર્શાવે છે, ફિલ્મનું નામ છે આર્ટિકલ ૩૭૦માં સત્યા ઘટનાઓ અંગે એ રીતે ચિત્રણ કરવામાં આવ્યું છે કે આપણા પ્રધાનમંત્રીએ પણ આ ફિલ્મની પ્રશંસા કરી હતી.

હવે આ ફિલ્મને લઈને કે મોટી વિગત સામે આવી રહી છે. આ ફિલ્મ હાલ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે ત્યારે હવે આ ફિલ્મ ગુજરાતના નેતાઓને બતાવવામાં આવશે. હા ફિલ્મ આર્ટિકલ ૩૭૦ ને ધારાસભ્યોને બતાવવામાં આવશે. ગાંધીનગર ખાતે આ આર્ટિકલ ૩૭૦ ફિલ્મને સિનેમાઘરોમાં ધારાસભ્યોને અને તેમના પરિવારને બતાવવામાં આવનાર છે.

વડાપ્રધાન મોદીએ પણ તેમના જમ્મુ-કાશ્મીરના પ્રવાસ દરમિયાન ફિલ્મ આર્ટિકલ ૩૭૦નો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે લોકોને ફિલ્મ આર્ટિકલ ૩૭૦ થી સાચી માહિતી મળશે. તેમણે કહ્યું કે આગામી ચૂંટણીમાં ભાજપને ૩૭૦ અને એનડીએ ગઠબંધનને ૪૦૦ પાર કરશે. મંગળવારે જમ્મુની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે અમે સાંભળ્યું છે કે આ અઠવાડિયે ૩૭૦ નામની ફિલ્મ રિલીઝ થવાની છે. સાચી માહિતી લોકોને ઉપયોગી થશે તે સારું છે.