
દાહોદ, દાહોદ જીલ્લામાં ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પ્રેરિત જીલ્લાકક્ષાના ગરબા ઓફ ગુજરાત નિમિત્તે ગ્રોમોર કેમ્પસ, દાહોદ તાલુકાના ખરેડી એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને કલ્ચર હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો છે. યુનેસ્કો દ્વારા આપણી ભવ્ય વારસાને મળેલી સ્વીકૃતિની ઉજવણીના ભાગરૂપે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. ભારતની 14 પરંપરા અને સાંસ્કૃતિક વિરાસતને યુનેસ્કોની યાદીમાં સ્થાન મળ્યુ છે. જેમાં હવે 15મા નંબરે ગુજરાતનો ગરબો છે. ગુજરાતની આ વિરાસત વૈશ્ર્વિક સ્તરે પહોંચી છે. જેને દાહોદ વાસીઓએ ઉમંગભેર વધાવી હતી. આ કાર્યક્રમમાં બોત્સવાના ખાતે યુનેસ્કો દ્વારા યોજાયેલ કાર્યક્રમ નિહાળવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, જીલ્લા યુવા વિકાસ અધિકારી જીગ્નેશભાઈ ડાભી, પ્રાંત યુવા વિકાસ અધિકારી અશોકભાઇ પટેલીયા, સરપંચ રાજેન્દ્રભાઇ ચૌહાણ, વ્યાયામ મંડળ પ્રમુખ નિલકંઠ્ઠભાઇ ઠક્કર, નગરપાલિકા કાઉંસીલર સુજાનભાઇ કિશોરી, મુકેશભાઇ લબાના તેમજ ગરબા પ્રેમી જનતા ઉપસ્થિત રહ્યા હતા.