ગુજરાત ગેસ બાદ હવે Adaniએ ઝીંક્યો CNGમાં ભાવવધારો

  • નવા વર્ષના પ્રારંભે જ મોંઘવારીનો ડામ
  • ગુજરાત ગેસ બાદ અદાણીએ CNG ગેસના ભાવમાં કર્યો વધારો
  • અદાણી ગેસે CNGના ભાવમાં કિલો દીઠ રૂ.1નો કર્યો વધારો
  • અદાણી CNGનો ભાવ રૂ.79.34થી વધીને રૂ.80.34 થયો

નવા વર્ષના પ્રારંભે જ મોંઘવારીનો ડામ યથાવત છે ત્યારે ગુજરાત ગેસ બાદ અદાણી CNG ગેસના ભાવમાં વધારો થયો છે. મહત્વનું છે કે, અદાણી ગેસે CNGના ભાવમાં કિલો દીઠ રૂ.1નો વધારો કર્યો છે. જેથી હવે અદાણી CNGનો ભાવ રૂ.79.34થી વધીને રૂ.80.34 થયો છે. મહત્વનું છે કે, મધ્યમ વર્ગીય પરિવારો પર મોંઘવારીનો માર વધતો જાય છે.

વર્ષ બદલાયું પણ મધ્યમ વર્ગની સ્થિતિ ઠેરની ઠેર છે. નવું વર્ષ શરૂ થયું એને માંડ ચાર દિવસ થયા છે, ત્યાં ગુજરાતના લોકો પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. આજે ફરી એકવાર CNG અને PNGના ભાવમાં વધારો થયો છે. અદાણી ગેસે CNGના ભાવમાં કિલો દીઠ રૂ.1નો વધારો કર્યો છે.  હવે અદાણી CNGનો ભાવ રૂ.79.34થી વધીને રૂ.80.34 થયો છે.