ગુજરાતના બે મોટા પૂર્વ મુખ્યમંત્રીઓને નડ્યો અકસ્માત; એકમાં તો મુખ્યમંત્રી પોતે યુવકની મદદે દોડ્યા!

રાજ્યમાં દરરોજ અસંખ્ય અકસ્માતો થાય છે, ત્યારે ગુજરાતના બે પૂર્વ મુખ્યમંત્રીઓને આજે અકસ્માત નડ્યો છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાની કારને હળવદ હાઇવે પર અકસ્માત નડ્યો છે. જોકે, તેઓ સલામત રીતે બીજી કારમાં માંડવી પહોંચી ગયા છે. બીજી બાજુ લીંબડી હાઇ-વે પર પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના કાફલાને અકસ્માત નડ્યો છે. વિજય રૂપાણીની પાઈલોટિંગ કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો, જેણે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

લીંબડી-અમદાવાદ હાઇવે પર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કાફલાને અકસ્માત નડ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પાઈલોટિંગ કરતી કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે. ચોરણીયા ગામના પાટિયા પાસે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પાઈલોટિંગ કરી રહેલા કાર ચાલકે બાઈકને અડફેટે લેતાં ગંભીર ઈજાઓ પહોંચી છે. જેણે ઈજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે,  સુરેન્દ્રનગર વિસ્તારમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાફલો જઈ રહ્યો હતો. હાઇ-વે પરથી પસાર થઈ રહેલા પૂર્વ CM રૂપાણીના કાફલામાં સવાર પોલીસની પાયલોટિંગ કાર એક બાઇક સાથે અથડાઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિને પગમાં ઇજા પહોંચી હતી. 

ઘટનામાં બાઇક સવાર એક વ્યક્તિને પગના ભાગે ઇજા પહોંચતા પૂર્વ CM રૂપાણીએ પોતાની કારમાંથી ઉતરી તાત્કાલિક ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવાની કવાયત કરી હતી.