ગુજરાતના ૧૫ મોટા વોટરપાર્કમાં જીએસટીના દરોડા, ૫૭ કરોડના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા રાજ્યના અલગ અલગ જગ્યાએ વોટરપાર્ક અને રિસોર્ટમાં દરોડા પાડ્યા હતા. અમદાવાદ, નવસારી, ગાંધીનગર, હિંમતનગર, ખેડા, બનાસકાંઠા અને રાજકોટ ખાતેના ૧૫ મોટા વોટરપાર્કના ૨૭ સ્થળો પર તપાસની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. જેમાં ૫૭ કરોડથી વધુનાં શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. જણાવી દઈએ કે, ઉનાળાના વેકેશન દરમિયાન તેમજ હાલની આ કાળઝાળ ગરમીમાં લોકો ઠંડક મેળવવા માટે વોટરપાર્ક અને રિસોર્ટમાં જતાં હોય છે. ત્યારે અહીં આવતા ગ્રાહકો પાસેથી લેવાતા ઓનલાઈન પેમેન્ટમાં પણ કરચોરી અને રોકડ વ્યવહારો થતી કરચોરની મોડસ ઓપરેન્ડી સામે આવી છે.

જીએસટી વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર જીએસટી વિભાગ વિવિધ સેક્ટરમાં પ્રવર્તમાન ટ્રેડ પ્રેક્ટીસનો અભ્યાસ કરી કરચોરીની નવી ટેકનીક સમજી કરચોરો સામે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. અલગ અલગ વોટરપાર્કમાં જીએસટી વિભાગે તપાસ કરી હતી. મળતી માહિતી મુજબ, સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા અમદાવાદ, નવસારી, ગાંધીનગર, હિંમતનગર, ખેડા, બનાસકાંઠા અને રાજકોટ ખાતેના ૧૫ મોટા વોટરપાર્કના ૨૭ ધંધાના સ્થળો પર તપાસની કાર્યવાહી હાથ ધરવામા આવી. જ્યાંથી ૫૭ કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા હતા.

જે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે તેમાં અમદાવાદ : – લેમિંગો વોટર પાર્ક એન્ડ રિસોર્ટ ,૭ એસ વોટરપાર્ક એન્ડ એડવેન્ચર,જલધારા વોટરવર્લ્ડ, સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક,હિંમતનગર :- વોટરવીલે વોટરપાર્ક, સુ્સ્વા વોટરપાર્ક,મહેસાણા :-બ્લીસ એકવા વોટર રીસોર્ટ, શ્રી ગણેશા ફનવર્લ્ડ,નવસારી :- મોદી વોટર રિસોર્ટ એન્ડ એમરોસમેન્ટ પાર્ક,રાજકોટ :- વોટરવેલી રિસોર્ટ પ્રા. લિ.એકવાટીક વોટરપાર્ક, ધી હેવન વોટર રિસોર્ટ એન્ડ રેસ્ટોરન્ટ, ધી સમર વેવ્સ વોટરપાર્ક,બનાસકાંઠા :- શીવધારા રિસોર્ટ,ખેડા :- વોટરસિટી વોટરપાર્કનો સમાવેશ થાય છે.

આ તપાસ દરમિયાન પેઢીવાર જુદા-જુદા પ્રકારની ટેકનીક યાને આવી છે. અમુક પેઢીઓ દ્વારા કોસ્ચ્યુમ, લોકર, મોબાઇલ કવર તેમજ ટયુબ્સના ભાડા કે વેચાણો હિસાબી ચોપડે દર્શાવ્યા વગર રોકડથી કરવામાં આવ્યા છે. વોટરપાર્કમા આવેલ રેસ્ટોરંટમા કાચી ચીઠ્ઠીથી રોકડમા થતા વેચાણો મળી આવ્યા છે. રોકડથી થતા વેચાણોમાં બિલો આપવાનું ટાળવામાં આવ્યું છે.

રીસોર્ટ તેમજ રૂમ્સના ભાડાની વસુલાત માટે ગ્રાહકો કયુઆર કોડ સ્કેનરથી પેમેન્ટ કરે તેવા કિસ્સામાં વેચાણો છુપાવવાના આશયથી પેઢીના કર્મચારી કે કોઈ સંબંધી, ત્રાહીત વ્યક્તિના કયુઆર કોડ થકી તેમના બેક્ધ અકાઉન્ટમાં પેમેન્ટ જમા લેવામાં આવતુ હતુ. વોટરપાર્કમા પ્રવેશ માટે લેવામાં આવતી જીએસટી સહિતની એંટ્રી ફી હિસાબી ચોપડે ન દર્શાવી કરચોરી કરવામાં આવતી હોવાનું યાને આવ્યુ છે. આમ, ગ્રાહકો દ્વારા ચુકવાયેલ જીએસટી પણ સરકારી તિજોરીમાં જમા ન થતો હોવાનું યાને આવ્યું છે.