એક તરફ કોરોના વાયરસનો ફરી પગપેસારો થઈ રહ્યો છે. તો બીજી તરફ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર મચી ગયો છે. ગુજરાતના ૧૩ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ પહોંચી ગયો છે. જેણે અત્યાર સુધી ૧૫ બાળકોના જીવ લીધા છે. ઉત્તર ગુજરાતમાં ૭, સૌરાષ્ટ્રમાં ૫ અને મધ્ય ગુજરાતમાં ૨ બાળકોનો આ વાયરસે ભોગ લીધો છે.
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર મચી ગયો છે. મોતનો વાયરસ વાયુવેગે બાળકોને આ મોતનો વાયરસ ભરખી ગયો છે. તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કુલ ૨૭ શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. શંકાસ્પદ ચાંદીપુરાથી અત્યાર સુધીમાં ૧૫ બાળકો મોતને ભેટ્યા છે. ગુજરાતના ૧૩ જિલ્લા સુધી આ મોતનો વાયરસ પહોંચી ગયો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ૭ બાળકોના મોત થયા છે. તો સૌરાષ્ટ્રમાં ૫ બાળકો મોતના વાયરસનો ભોગ બન્યાં છે. મય ગુજરાતમાં ચાંદીપુરાથી ૩ બાળકનાં મોત નિપજ્યાં છે. આ સાથે જ આખા દેશની વાત કરીએ તો દેશમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના ૨૯ કેસ નોંધાયા છે. જેમાં રાજસ્થાનમાં પણ એક બાળકનું મોત થઈ ચુક્યું છે.
રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિને લઈને આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આજે આરોગ્ય વિભાગની મહત્વની બેઠક મળશે. આરોગ્યમંત્રીની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિની સમીક્ષા થશે. રાજ્યના તમામ જિલ્લા,મહાનગરના આરોગ્ય અધિકારીને આ બેઠકમાં વીડિયો કોન્ફરન્સમથી જોડવામા આવશે. રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ હાજર રહેશે. રાજ્યની મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ તંત્રના ડોક્ટરોને પણ વીસીથી જોડવામાં આવશે. ચાંદીપુરા વાયરસની વર્તમાન સ્થિતિ અને તેના અટકાયતી પગલાઓ અંગે ચર્ચા થશે.
બીજી તરફ આરોગ્ય મંત્રી હૃષિકેશ પટેલનું કહેવું છે કે, સાબરકાંઠા, અરવ્વલી, મહિસાગર, ખેડા, મહેસાણા અને રાજકોટ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા છે. આ ઉપરાંત, રાજસ્થાનના ૨ અને મધ્યપ્રદેશના ૧ દર્દીને ગુજરાતની હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચાંદીપુરા વાયરસ પ્રભાવિત વિસ્તારોમાં ૪૪,૦૦૦ થી વધુ લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે.