
લંડન,
ક્વીન એલિઝાબેથ દ્વિતીય દ્વારા સન્માનિત એક ભારતીય યુકેમાં ભારતમાંથી દેશનિકાલનો સામનો કરી રહ્યા છે. કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન ૫૦ પરિવારોને મફત ભોજન આપવા બદલ ૪૨ વર્ષીય વિમલ પંડ્યાનું સન્માન કરવામાં આવ્યું હતું. કાનૂની વિઝાની લડાઈ હારી ગયા બાદ, તેમને હવે ભારત દેશનિકાલનો સામનો કરવો પડી રહ્યો છે. આને યાનમાં રાખીને, દક્ષિણ-પૂર્વ લંડનના રહેવાસીઓના જૂથે તેમના પ્રિય સમુદાયના સભ્ય માટે લડવાની પ્રતિજ્ઞા લીધી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, વિમલ પંડ્યા ૨૦૧૧માં સ્ટડી વિઝા પર ભારતથી યુકે આવ્યો હતો. ત્રણ વર્ષ પછી યુકે હોમ ઓફિસે વિદેશી વિદ્યાર્થીઓને સ્પોન્સર કરવાના તેમના કોલેજના અધિકારને રદ કરી દીધો હતો. સાઉથ લંડનના રોધરહીથમાં રહેતા પંડ્યાએ યુકેમાં ૧૧ વર્ષ વિતાવ્યા છે. તાજેતરમાં, તે ઇમિગ્રેશન ટ્રિબ્યુનલમાં સુનાવણી હારી ગયા છે અને હવે તે આગામી લડત માટે તેના વકીલો સાથે વાતચીત કરી રહ્યા છે.
સ્થાનિક સમુદાય તેમજ સમગ્ર યુકેમાંથી લોકો પંડ્યાના સમર્થનમાં સામે આવ્યા છે. તેમના સમર્થનમાં સેંકડો દેખાવો થયા છે. જણાવી દઈએ કે, તેના વિઝા પુન:સ્થાપિત કરવા માટે એક ઓનલાઈન પિટિશન પર ૧,૭૫,૦૦૦ થી વધુ હસ્તાક્ષર થયા છે. યુકે બોર્ડર ફોર્સના અધિકારીઓએ તેમને જાણ કરી હતી કે, તે જે કોલેજમાં અભ્યાસ છે તેણે સ્પોન્સરશિપનો અધિકાર ગુમાવ્યો છે. પરંતુ કોલેજ કે હોમ ઓફિસે તેમને આ અંગે જાણ કરી નથી. પંડ્યાના સમર્થનમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી.
આપને જણાવીએ કે, બ્રિટનમાં કોરોના વાઈરસને લીધે ગંભીર બનેલી પરિસ્થિતિમાં ગુજરાતના વિમલ પંડ્યાએ સ્થાનિક લોકોને મદદ કરી હતી. કોરોના મહામારીની શરૂઆત થઈ તેના પહેલા સપ્તાહથી જ અનેક પરિવારો, વૃદ્ધો તથા જરૂરિયાતમંદો માટે એક હિરોની માફક ઉભરી આવ્યા હતા. વિમલ પંડ્યા સાઉથ લંડનના રોથેરહિથમાં કન્વેનિયન્સ સ્ટોરમાં કામ કરી રહ્યા હતા. તેઓએ ત્યારે ૫૦થી વધારે પરિવારને મદદ કરી હતી. આ મુશ્કેલ સમયમાં તેમના દ્વારા કરવામાં આવેલી શ્રેષ્ઠ કામગીરી બદલ યુકેના મહારાણી તરફથી આભાર તેમ જ પ્રશંસા ધરાવતો એક પત્ર મળ્યો હતો.
વિમલને ૧૫ ફેબ્રુઆરી,૨૦૨૧ના રોજ મહારાણી વતી એક પત્ર મળ્યો હતો. મહારાણીએ જણાવ્યું હતું કે, અમે વિમલ વિશે સાંભળ્યું છે અને લંડનના રોથેરહિથમાં તેની તથા તેના દ્વારા જે સમુદાયોની મદદ કરવામાં આવી છે તેમની મુલાકાત કરી હતી.