
સરદાર સરોવર ડેમ ૫૧ ટકાથી વધુ ભરાયો છે. જેમાં રાજ્યના ૧૧ જળાશયો ૫૦થી ૭૦ ટકા ભરાયા છે. કુલ ૨૦૬ જળાશયોમાં ૨૯ ટકાથી વધુ જળસંગ્રહ થયુ છે. તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં વંસલ જળાશય ૧૦૦ ટકા ભરાયો છે.ધોળી ધજા ડેમ ૮૮ ટકાથી વધુ ભરાતાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ રાજ્યના કુલ ૨૦૬માંથી એક જળાશય સંપૂર્ણ છલકાયુ છે.ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૫.૧ ટકા જળસંગ્રહ થયુ
ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૫.૧ ટકા જળસંગ્રહ થયુ છે. તેમજ મય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૨ ટકા જળસંગ્રહ સાથે દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૩૨ ટકા જળસંગ્રહ થયુ છે. કચ્છના ૨૦ જળાશયોમાં ૨૧ ટકા જળસંગ્રહ સાથે સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૧૫ ટકાથી વધુ જળસંગ્રહ થયુ છે. ગુજરાતના જીવાદોરી સમાન ’સરદાર સરોવર’ ડેમ ૫૧ ટકાથી વધુ ભરાયો છે. તેમજ રાજ્યના ૧૧ જળાશયો ૫૦થી ૭૦ ટકા ભરાયા છે. કુલ ૨૦૬ જળાશયોમાં ૨૯ ટકાથી વધુ જળસંગ્રહ છે. તેમજ સરદાર સરોવર ડેમ-જળાશયમાં અત્યાર સુધીમાં કુલ સંગ્રહ શક્તિના ૫૧.૫૮ ટકા પાણીનો સંગ્રહ થયો છે.
જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકામાં આવેલુ વંસલ જળાશય ૧૦૦ ટકા અને ધોળી ધજા ડેમ ૮૮ ટકાથી વધુ ભરાતા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના કુલ ૨૦૬માંથી એક જળાશય સંપૂર્ણ છાલકાયુ છે.જયારે ચાર જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા, ૧૧ જળાશયો ૫૦ થી ૭૦ ટકા તેમજ ૩૩ જળાશયો ૨૫થી ૫૦ ટકા સુધી ભરાયા છે. એટલે કે રાજ્યના જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૨૯.૬૦ ટકા પાણી સંગ્રહ થયું છે. તેમજ ઉત્તર ગુજરાતના કુલ ૧૫ જળાશયોમાં ૨૫.૨૧ ટકા, મય ગુજરાતના ૧૭માં ૪૨ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩માં ૩૨ ટકા, કચ્છના ૨૦માં ૨૧ ટકા જ્યારે સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૧૫ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યના સરદાર સરોવર જળાશયમાં હાલમાં ૧૦,૮૨૨ ક્યુસેક પાણી છે.