ગુજરાત પ્રદેશ ભાજપ મીડિયા વિભાગની બેઠક કમલમ ખાતે યોજાઇ,મીડિયા વિભાગે કરેલ કામગીરીની કરાઈ ચર્ચા

બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ ,સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા ,પ્રદેશના મુખ્યપ્રવકતા યમલભાઇ વ્યાસની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઇ પ્રદેશ મીડિયા વિભાગના કન્વીનર ડો. યજ્ઞેશભાઇ દવેએ કામગીરીનું વૃંત રજૂ કર્યુ હતું

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અખબાર યાદીમાં જણાવે છે કે આજ રોજ તારીખ 29 જૂન 2021 મંગળવારનો રોજ કમલમ ખાતે મીડિયા વિભાગની બેઠક ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતામાં બપોરે 3.30 કલાકે યોજાઇ હતી. આ બેઠકમાં સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, પ્રદેશના મુખ્ય પ્રવકતા યમલભાઇ વ્યાસ , પ્રદેશ મીડિયા વિભાગના કન્વીનર યજ્ઞેશભાઇ દવે ,સહ પ્રવકતાઓ કિશોરભાઇ મકવાણા, ભરતભાઇ ડાંગર ,પ્રદેશ મીડિયા વિભાગના કન્વીનર યજ્ઞેશભાઇ દવે સહિતના ઝોન કન્વીનરો ,સહ કન્વીનરો હાજર રહ્યા હતા.

આ બેઠકમાં આવેલા સૌ અપેક્ષીત પદાધિકારીઓનું શબ્દોથી સ્વાગત મુખ્ય પ્રવકત્તા યમલભાઇ વ્યાસે કર્યું હતું, અને સૌને આવકાર્યા હતા. ત્યાર પછી મિડીયા વિભાગના મતી જ્યોતિબેન પંડયાને રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી મળતા તેઓનું પુષ્પગુચ્છ થી સન્માન કરવામાં આવ્યું હતું . ત્યાર પછી ચારેય ઝોનનાં કન્વીનરો પાસેથી જીલ્લા સ્તર સુધીનો પ્રવાસ સાથે મિટિંગની ચર્ચા બાબતોનું ઉંડાણપૂર્વક રિપોર્ટીંગ લેવામાં આવ્યું હતું . જેમાં જીલ્લા કક્ષા સાથે તાલુક મંડળ કક્ષાએ પણ કન્વીનર, સહ કન્વીનર નિમણુંક કરવામાં આવી છે તેની માહિતી આપવામાં આવી હતી .

આ બેઠકમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબે બેઠકને સંબોધન કરતા જણાવ્યું હતું કે સમાજમાં મીડિયામાંનું અનેરુ મહત્વ છે. આજના યુગમાં પેપર વાંચવાના લોકોના અલગ અલગ કારણ હોય છે જેમાં રાજકીય, સમાજીક સાથે તંત્રી લેખ પણ વાંચનારા લોકોનો એક વર્ગ હોય છે. અને પ્રદેશ મીડિયા વિભાગ દ્વારા
વ્યુઝ સાથે ન્યુઝ આપવાની હાંકલ કરી હતી . તેમજ પ્રેદશ ભાજપ મીડિયા વિભાગના કાર્યકરોને તાકિદ કરી હતી કે પાર્ટી માટે બોલવું જોઇએ પરંતુ સાથે ગુજરાત માટે પણ બોલવું જોઇએ. અંતમાં સી.આર.પાટીલ સાહેબે જણાવ્યું કે આપણી પાસે કાર્યકરોની ફોજ છે. જેમાં એક કરોડ 14 લાખ નોંધાયેલા સભ્યો સાથે 58 લાખ પેજ કમિટીના સભ્યોએ આપણી તાકાત છે તેમ જણાવી વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.

ગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાજીએ બેઠકને સંબોધન કરતા જણાવ્યું કે મિડીયા વિભાગની ટીમ દ્વારા જીલ્લા,તાલુકા અને શક્તિ કેન્દ્રો સુધી પાર્ટીના કામોની માહીતી મીડિયા વિભાગ દ્વારા પહોંચે તેમ જણાવ્યું હતું . તેમજ મીડિયા વિભાગની ટીમને માર્ગ દર્શન આપ્યું હતું. મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ અત્યાર સુધી મીડિયાએ કરેલ કામગીરીની નોંધ સાથેની બુક અર્પણ કરી હતી. જે બુકમાં સેવાયજ્ઞ,મંડળ સ્તર સુધીની રચનાઓ ,ડિબેટ ટીમને આપવામાં આવતા મુદ્દાઓ સહિતનું વૃંત રજૂ કર્યું

Don`t copy text!