ગુજરાતમાંથી રાજ્યસભા માટે ભાજપના ૪ ઉમેદવારોએ ભર્યા ફોર્મ, ચારેય ઉમેદવારોની બિનહરીફ જીત નિશ્ચિત

ગાંધીનગર, આખરે ભાજપે ગુજરાતમાંથી રાજ્યસભા માટે પસંદ કરેલા ચારેય ઉમેદવારોએ ૧૨.૩૯ના વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી દીધી છે. ચારેય ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે. ઉમેદવારી નોંધાવતી વખતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, ધારાસભ્યો, નેતાઓ તેમજ પદાધિકારીઓ હાજર રહ્યા હતા.આ સાથે જ ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારોની બિનહરીફ જીત નિશ્ચિત છે.

આખરે ભાજપે ગુજરાતમાંથી રાજ્યસભા માટે પસંદ કરેલા ચારેય ઉમેદવારોએ ૧૨.૩૯ના વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી દીધી છે. ચારેય ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે. ઉમેદવારી નોંધાવતી વખતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, ધારાસભ્યો, નેતાઓ તેમજ પદાધિકારીઓ હાજર રહ્યા હતા.આ સાથે જ ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારોની બિનહરીફ જીત નિશ્ચિત છે.

બુધવારે ૧૪ ફેબ્રુઆરીએ ભાજપ દ્વારા ગુજરાતના રાજ્યસભાના ૪ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ ચારેય ઉમેદવારોએ આજે વિજય મુહૂર્તમાં પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા છે. ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારોની બિનહરીફ જીત નિશ્ર્ચિત છે. ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાને ગુજરાતમાંથી ટિકિટ અપાઇ છે. તો સુરતના પાટીદાર અગ્રણી અને જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાને પણ રાજ્યસભાના ઉમેદવાર જાહેર કરાયા છે. જેમણે આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા છે.

રાજ્યસભાની ઉમેદવારી નોંધાવવા માટેનો આજે અંતિમ દિવસ હતો ત્યારે ભાજપના રાષ્ટ્રીય અયક્ષ શક્તિ પ્રદર્શન કરીને પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. આ સાથે જ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને ઉત્તર ગુજરાતના અગ્રણી મયંક નાયક, મય ગુજરાતમાંથી ભાજપના અગ્રણી અને જાણીતા તબીબ જશવંતસિંહ પરમાર, સુરતના પાટીદાર અગ્રણી અને જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ પણ પોતાની ઉમેદવારી રાજ્યસભા માટે નોંધાવી છે.

ભાજપે જ્ઞાતિ-જાતિના સમીકરણોને ધ્યાને રાખીને તમામ ઉમેદવારોની પસંદગી કરી છે. જાહેર થયેલા ૪ ઉમેદવારો પૈકી ૧ ઉમેદવાર બ્રાહ્મણ છે, તો ૧ ઉમેદવાર પાટીદાર છે. જ્યારે કે અન્ય ૨ ઉમેદવારો ઓબીસી સમાજમાંથી આવે છે. ધારણા મુજબ જ ભાજપે હાલના રાજ્યસભાના સાંસદ પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને રિપિટ નથી કર્યા. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાને હવે ભાવનગર બેઠક પરથી લોક્સભાની ચૂંટણી લડાવવામાં આવે તેવી શક્યતા છે.

ઉત્તર ગુજરાતના નેતા તથા ઓબીસી મોરચાના પ્રમુખ મયંક નાયક પણ રાજ્યસભાના સાંસદ બનશે અને આ સાથે જ ભાજપે એક કાંકરે બે શિકાર કર્યા છે. મયંક નાયકને રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદ કરી એક તરફ ઓબીસી સમાજને મહત્વ આપવામાં આવ્યું છે તો બીજી તરફ ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ પણ મજબૂત બનાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતને મજબૂત કરવા અને તેમાં પણ ઓબીસી સમુદાયને પોતાના તરફી કરવા માટે ભાજપ છેલ્લા કેટલા સમયથી પ્રયાસ કરી રહી છે, આ પહેલાં પણ રાજ્યસભાની ચૂંટણીમાં જુગલજી ઠાકોરની ટર્મ પૂર્ણ થતાં ઉત્તર ગુજરાતમાંથી ઓબીસી સમાજના નેતા બાબુ દેસાઈને સ્થાન આપવામાં આવ્યું અને આજે મયંક નાયકની પસંદગી કરવામાં આવી.

મયંક નાયક ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ છે. આ ઉપરાંત મારી માટી મારો દેશ અભિયાનના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. મંડળ સ્તરથી પ્રદેશ સ્તર સુધી જવાબદારી નિભાવી છે. પાટણ જિલ્લામાં ભાજપનો અગ્રણી ચહેરો મનાય છે. તો પાર્ટીમાં સર્વગ્રાહી ચેહરો તથા પાયાના કાર્યર્ક્તા છે.

મયંક નાયકની જેમ ગોવિંદ ધોળકિયાને પણ રાજ્યસભાના ઉમેદવાર બનાવી ભાજપે એક તીરે અનેક નિશાન સાયા છે. ગોવિંદ ધોળકિયા અગ્રણી ઉદ્યોગપતિ છે તેની સાથે મૂળ સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના આગેવાન છે તથા વર્ષોથી સુરત એટલે કે દક્ષિણ ગુજરાતમાં ઠરી ઠામ થયેલા છે. ત્યારે સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતનો કોમ્બિનેશન ગોવિંદ ધોળકિયાના સ્વરૂપે ભાજપે ઉમેદવારીમાં ઉતાર્યું છે. તેની સાથે જ કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવીયા તેમજ પુરુષોત્તમ રૂપાલાને જ્યારે રાજ્યસભામાંથી ડ્રોપ કરવામાં આવ્યા છે. ત્યારે ગોવિંદ ધોળકિયાને રાજ્યસભાના સાંસદ બનાવી પાટીદાર સમીકરણ સાધવાનો પ્રયાસ કર્યો છે.