અમદાવાદ, ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી છે, હવામાન વિભાગ દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં હાલ મિશ્ર ૠતુનો અનુભવ થઈ રહ્યો છે તેમજ અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.
રાજ્યમાંથી ચોમાસાએ સંપૂર્ણ વિદાય લીધી છે હવામાન વિભાગે આજે જાહેરાત કરી હતી. આજે હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમાં મોહન્તીએ જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ રાજ્યમાં હવામાન સામાન્ય રહેવાની સંભાવના છે અને આગામી દિવસોમાં તાપમાન ૨૨થી ૨૪ ડિગ્રી સેલ્શિયસ રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત કહ્યું હતું કે ઓક્ટોબર અને નવેમ્બરના બે મહિના ટ્રાન્ઝેશન પિરીયડ કહેવામાં આવે છે તેથી તાપમાનમાં વધારે ફેરફાર જોવા મળતો નથી. આ દરમિયાન ઠંડી અને ગરમીનું વાતાવરણ રહે છે. બપોરે ગરમી જ્યારે સવાર અને સાંજે ઠંડકનો અનુભવ થાય છે. હવામાન વિભાગના અનુસાર, હાલ પાંચ દિવસ વરસાદની સિસ્ટમ બનવાની શક્યતા નહીવત છે.