ગુજરાતમાં યોજાયો લોકશાહીનો પર્વ, જનતાનું મંતવ્ય ઈવીએમમાં કેદ

  • ગુજરાતમાં સરેરાશ ૫૫.૨૨ ટકા મતદાન,સૌથી વધુ વલસાડમાં ૬૮.૧૨ ટકા અને ઓછું ઇમરેલીમાં ૪૫.૫૯ ટકા.

અમદાવાદ,આજે લોક્સભા ચુંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું ત્યારે ગુજરાતમાં ૫૦૭૮૭ જેટલા મતદાન મથકો પર મતદાન થયું હતું. રાજ્યમાં શાંતિપૂર્વ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું અને ૨૫ બેઠક પર ઉમેદવારના ભાવી ઈવીએમમાંં કેદ થયા છે.ગરમીનો માર છતાં મતદારોનો જોરદાર જુસ્સો બતાવ્યો હતો.

રાજ્યમાં ૫ વાગ્યા સુધીમાં ૫૦.૨૨ ટકા મતદાન જોઇએ તો કચ્છમાં ૪૮.૯૬ ટકા મતદાન,જૂનાગઢમાં ૫૩.૮૪ ટકા મતદાન,અમદાવાદ પૂર્વ ૪૯.૯૫ ટકા મતદાન,મહેસાણામાં ૫૫.૨૩ ટકા મતદાન,આણંદમાં ૬૦.૪૪ ટકા મતદાન,બનાસકાંઠામાં ૬૪.૪૮ ટકા મતદાન,પાટણમાં ૫૪.૫૮ ,ટકા મતદાન,સાબરકાંઠા ૫૮.૮૨ ટકા મતદાન,ગાંધીનગરમાં ૫૫.૬૫ ટકા મતદાન,અમદાવાદ પશ્ર્ચિમ .૫૦.૨૯ ટકા મતદાન,સુરેન્દ્રનગરમાં ૪૯.૧૯ ટકા મતદાન,રાજકોટથી ૫૪.૨૯ ટકા મતદાન,પોરબંદરમાં ૪૬.૫૧ ટકા મતદાન,જામનગરમાં ૫૨.૩૬ ટકા મતદાન,અમરેલીમાં ૪૫.૫૯ ટકા મતદાન,ભાવનગરમાં ૪૮.૫૯ ટકા મતદાન,ખેડામાં ૫૩.૮૩ ટકા મતદાન,પંચમહાલમાં ૫૩.૯૯ ટકા મતદાન,દાહોદમાં ૫૪.૭૮ ટકા ,મતદાન,વડોદરામાં ૫૭.૧૧ ટકા મતદાન,છોટાઉદેપુરમાં ૬૩.૭૬ ટકા મતદાન,ભરૂચમાં ૬૩.૫૬ ટકા મતદાન,બારડોલીમાં ૬૧.૦૧ ટકા મતદાન નવસારીમાં ૫૫.૩૧ ટકા મતદાન,વલસાડમાં ૬૮.૧૨ ટકા મતદાન થયું હતું

અમરેલીમાં ફરજ પર હાજર કર્મીનું હાર્ટ એટેકથી મોત નિપજયું હતું. રાજકોટ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીએ મતદાન કર્યું હતું અધિકારી પ્રભવ જોશીએ તેમના ધર્મપત્ની જોડે મતદાન કર્યું હતું તમામ મતદારો સાથે લાઈનમાં ઉભા રહી ંર્ મતદાન કર્યું હતું

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલે કડી ખાતે મતદાન કર્યુ હતું, તેમણે મતદાન બાદ વાતચીતમાં જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લોએ રાષ્ટ્રભક્ત જિલ્લો છે..લોકશાહીમાં પ્રબળ વિશ્ર્વાસ ધરાવતો જિલ્લો છે.. એટલે બાકી જિલ્લા કરતા અહીં મતદાન ચોક્કસ વધું થશે.સાથે જ તેમણે કહ્યું કે તેમના પક્ષે જે લક્ષ્યાંક સિદ્ધ કર્યો છે તે અવશ્ય પ્રાપ્ત થશે.ગીર સોમનાથ જિલ્લાના ઉના વિધાનસભા બેઠક પર સો ટકા મતદાન થયું છે. મય ગીર જંગલમાં આવેલા બાણેજ બુથ નંબર ત્રણમાં એક માત્ર મતદાર હરીદાસ બાપુએ મતદાન કરતા જ સો ટકા મતદાન થયું છે. ઉલ્લેખનીય છે કે દર ચૂંટણીમાં આ બુથ પર સો ટકા મતદાન થાય છે.

વામાન વિભાગે ગુજરાતમાં આકરી ગરમીની આગાહી કરી છે અને અમદાવાદમાં આજે યલો એલર્ટ આપ્યુ છે. આકરી ગરમી વચ્ચે અમદાવાદમાં મતદાન ચાલી રહ્યુ છે. જોકે, બપોર બાદ અમદાવાદમાં ગરમીના કારણે મતદાન મથક સૂમસામ જોવા મળી રહ્યા છે. જેને લઈને હાલ મતદાન ટકાવારીમાં ઘટાડો થાય તો નવાઈ નહીં. જોકે, છેલ્લી કલાકોમાં થોડી ગતિ આવી શકે છે.

બારડોલી લોક્સભા બેઠકમાં આવતા સોનગઢ નગરમાં રાહુલ સોની નામનો યુવક વરરાજાનો ડ્રેસ પહેરીને ઢોલ નગારા સાથે ઘોડા પર સવાર થઈને મતદાન કરવા પહોંચ્યો હતો. રાહુલ નામના યુવકે આ રીતે લોકશાહીના પર્વની અનોખી ઉજવણી કરી હતી. હાલ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.ગુજરાતમાં લોક્સભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું ગુજરાતમાં ૨૫ બેઠક પર મતદાન સાંજે ૬ વાગ્યે પૂર્ણ થયું છે. મતદાન મથકોના ગેટ બંધ કરી દીધા છે અને અંદર જેટલા મતદારો છે તેઓને મતદાન કરવા દેવામાં આવ્યા હતાં છેલ્લી ઘડીએ મતદાન વધારવા રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. મતદાન પૂર્ણ થવાના છેલ્લા કલાકોમાં મતદાન મથકો પર લાઈનો લાગી હતી. છેલ્લી ઘડીના મતદાન માટે મતદારો ઉમટ્યા છે. લોક્સભાની ચૂંટણી માટેનું વહેલી સવારે શરૂ થયેલું મતદાન ૬ વાગતાની સાથે જ પૂર્ણ થયું છે. ભાજપ, કોંગ્રેસ સહિત ૧૨ ઉમેદવારોનું ભાવિ મતદાન પૂર્ણ થતાં ઇવીએમ મશીનમાં કેદ થઈ ગયું છે. જોકે આ વખતે બનાસકાંઠાના મતદારોએ બમ્પર વોટિંગ કર્યું છે અને ૨૦૧૯ની લોક્સભાના મતદાનનો રેકોર્ડ તોડ્યો છે. આગામી ૪ જૂને લોક્સભાની ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે ત્યારે સ્પષ્ટ થઈ જશે કે બનાસકાંઠાની જનતાએ કોના તરફી મતદાન કર્યું છે અને કોના ઉપર સંસદનો કળશ ઢોળ્યો છે..૨૦૨૪ લોક્સભા ની ચુંટણી નું મતદાન પૂર્ણ થયું ત્યારે પોરબંદર બેઠક ખાતે પણ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પૂર્ણ થતા પોરબંદર બેઠક પરના બુથો પર ઇવીએમ મશીન બંધ કરવામાં આવ્યાં હતા અને સ્ટ્રોંગ રૂમ ખાતે સુરક્ષા વચ્ચે મૂકવામાં આવ્યા છે.