ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસ-ભાજપના ઉમેદવારોએ અનોખી રીતે નામાંકન ફોર્મ ભર્યા

  • નવસારીમાં સામે પાટીલની સામે ઉભા રહેલ નૈષધ દેસાઈએ મુંડન કરાવી ગાંધીજીના પહેરવેશ ધારણ ઉમેદવારી નોંધાવી.

અમદાવાદ,\ લોક્સભા ચૂંટણી પહેલા રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં ઉમેદવારોએ નામાંકન ફોર્મ ભર્યા. કેટલાક ઉમેદવારોએ આગવી રીતે પ્રચાર કરી નામાંકન ફોર્મ ભરવા પંહોચ્યા હતા. કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ ભરતા પહેલા મુંડન કરાવ્યું. આ નેતાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે આ ચૂંટણી વિકાસની નહિ પરંતુ ગોડસે અને ગાંધી વિચારધારાની લડાઈ છે. ચૂંટણી જીતવા આજે ઉમેદવારોએ વિજય મૂહુર્ત પસંદ કરી આ સમયગાળામાં ઉમેદવારી ફોર્મ ભર્યા. નવસારીમાં સામે પાટીલની સામે ઉભા રહેલ નૈષધ દેસાઈ ઉમેવાદરી ફોર્મ ભરવા દરમ્યાન વધુ ચર્ચામાં આવ્યા છે.

નૈષધ દેસાઈએ અનોખી રીતે નામાંકન ફોર્મ ભરી સૌને અચરજ પમાડ્યું છે. ચૂંટણી પ્રચારમાં લોકો વિવિધ રીતો અપનાવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ નેતા પણ પ્રચારની અનોખી રીત અપનાવતા મુંડન કરાવી ગાંધીજીના પહેરવેશ ધારણ કરી નામાંકન ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી. ત્યારબાદ તેઓ ત્યાંથી સીધા દાંડી ગયા અને એક પત્રકાર પરિષદમાં ભાજપ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે તેમની પાર્ટી ગાંધી વિચારધારા અપનાવી રહી છે પરંતુ સત્તાધારી પક્ષ અત્યારે ગોડસની વિચારધારા પર ફિદા છે. અત્યારે છેલ્લા ૨૦ વર્ષથી કેન્દ્રમાં ભાજપની સરકાર છે ત્યારથી ભ્રષ્ટાચાર વયો છે અને શિક્ષણમાં વ્યાપારીકરણ ઘુસવા માંડ્યુ છે, આજે સીબીઆઈ અને ઇડી પણ સરકારના ઇશારે ચાલે છે. કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની સિદ્ધિ ગણાવતા કહ્યું કે તેમણે ૧૧૮ પત્રકાર પરિષદ ભરી હતી જ્યારે મોદી સાહેબે ઝીરો પત્રકાર પરીષદ ભરી છે.

કોંગ્રેસ નેતા નૈષધ દેસાઈ ઉપરાંત ભાજપના મનસુખ માંડવીયા, અર્જુન મોઢવાડિયાએ અને અમદાવાદ પૂર્વના ભાજપ ઉમેદવાર હસમુખ પટેલે ફોર્મ ભરી દાવેદારી નોંધાવી. આજે પોરબંદરમાં મનસુખ માંડવીયા અને અર્જુન મોઢવાડિયાએ મંદિરમાં ભગવાનના દર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યું. તો હસમુખ પટેલે ફોર્મ ભરતા પહેલા કહ્યું કે પૂર્વના વિકાસના ઘણા કામો થયા છે હજુ પણ થશે. હસમુખપટેલે નામાંકન ફોર્મ ભરતી વખતે ભાજપના હોદેદારો અને ધારાસભ્યો હાજર રહ્યા હતા.

કોંગ્રેસના અન્ય એક નેતા ૠત્વિક મકવાણા ઉમેદવારી ફોર્મ ભરવા જતા ભાવુક થયા હતા. સુરેન્દ્રનગર બેઠકના ઉમેદવાર ૠત્કિવક મકવાણા જનમેદની જોઈ રડી પડ્યા હતા. સોશિયલ મીડિયામાં તેમનો વીડિયો બહુ ઓછા સમયમાં લાઈક કરવામાં આવ્યો છે. ઉપરાંત વસાવાએ પ્રચંડ શક્તિ પ્રદર્શન કરતાં ઉમેદવારી ફોર્મ ભર્યું. મહત્વનું છે કે ગુજરાતમાં લોક્સભા ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં મતદાન થશે. રાજ્યની ૨૬ બેઠકો પર ૭મેના રોજ એક્સાથે મતદાન થશે અને ૪ જૂને મતગણતરી થશે.