કોરોના વાઈરસની સાથે માવઠા એ પણ રાજ્યમાં મહેર કરી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતના કેટલાક તાલુકા અને ગામોમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે. સાબરકાંઠા, અમરેલી અને તાપીમાં વરસાદી માહોલ જામ્યો છે. તો બીજી બાજુ કોરોના પણ સતત તેનો કહેર વરસાવી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર અમરેલી જીલ્લાના ખાંભા શહેર નાનુડી અને ભાવરડીમાં વરસાદી ઝાપટા પડ્યા હતા . કમોસમી વરસાદને લીધે ખેડૂતોને ભારે નુકશાન થશે. તાપીના સોનગઢમાં કમોસમી વરસાદને લીધે વાવાઝોડા સાથે વરસાદી માહોલ સર્જાયો હતો .જેમને લઈને ઉનાળુ પાકમાં નુકસાન થવાની ભીતિ જોવા મળી હતી . સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો .જેમાં વરસાદી છાંટા જોવા મળી રહ્યા હતા . ભર ઉનાળામાં ચોમાસામાં વરસાદ થાય તેવા વાતાવરણમાં વરસાદ થયો હતો. વરસાદ ના લીધે ખેતરમાં તૈયાર પાક ને નુકસાન થવા ની શક્યતા સેવાઇ રહી છે. વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ સાથે કરા પડ્યા હતા. માહોલમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.