ગુજરાતમાં વર્ષ ૨૦૨૧થી ૨૦૨૪ સુધીમાં ડ્રગ્સના ૧૭૮૬ કેસ કરાયા : હર્ષ સંઘવી

રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીનું ર્ડ્ગ્સના દુષણ પર મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ગૃહ પ્રધાને કહ્યું હતું કે આસપાસના દેશ આપણા દેશમાં ડ્રગ્સ ઘુસાડી રહ્યાં છે. વિપક્ષની ટીકાની પરવાહ કર્યા વગર સરકારે ર્ડ્ગ્સ માફિયાઓ સામે મોટી કાર્યવાહી કરી હોવાનું ઉમેર્યું હતું.

હર્ષ સંઘવીના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે ગુજરાતમાં ૧૨૯ કેસ કરાયા છે. વર્ષ ૨૦૨૧થી ૨૦૨૪ સુધીમાં કુલ ૧૭૮૬ કેસ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા કુલ ૯૬૭૬ કરોડ રૂપિયાનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નશાબંધીની કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં આરોપીઓની ધરપકડ કરાઈ છે.તમામ કાર્યવાહીમાં કુલ ૨૬૦૭ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસએ ૩ મહિનામાં ૪ મોટા કેસ કર્યા છે.