હાલ સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીએ પ્રચંડ સ્વરૂપ ધારણ કર્યું હતું.તેની વચ્ચે હાલ ગુજરાતના ખેડૂતોને ખૂબ જ આનંદ ના સમાચાર મળવાના છે,ત્યારે મોટા શહેરોના લોકો તેમજ ખેડૂતો ગરમીથી રાહત મેળવવા માટે ચોમાસાની રાહ જોઈ રહ્યા છે એવામાં જ હવામાન વિભાગના અંદાજ પ્રમાણે રાજ્યની અંદર આ વર્ષે ચોમાસું વહેલું આવી જશે તેવી આગાહી કરવામાં આવી છે.
આગાહી અનુસાર આવતા મહિનાની 15 તારીખની આસપાસ ચોમાસાનું આગમન થશે તેવી આશંકાઓ સેવાઈ રહી છે.અત્યારે કહી શકીએ કે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ચોમાસાના આગમન થી લોકો ગરમીથી અહિં રીતે જે પીડાઇ રહ્યા હતા તેનાથી રાહત મેળવશે. અને ખેડૂતોમાં ખુશી જોવા મળશે.
વાત કરીએ તો આવનારા ચારથી પાંચ દિવસો સુધી દરિયા કાંઠા વિસ્તારની અંદર પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરુપે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવે છે. ત્યારે કેરળમાં આવનારી 27 તારીખથી લઈને પહેલી જૂન સુધી ચોમાસાનું આગમન થવાનું છે. આ વર્ષે દેશની અંદર ચોમાસુ સામાન્ય રીતે સામાન્ય જ રહેશે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
ત્યારે ખાસ કરીને શહેરની અંદર વરસાદ આવવાના આગમન બાદ 15 થી 20 દિવસ પછી ગુજરાતની અંદર વિધિવત રીતે વરસાદનું આગમન થતું હોય છે, ત્યારે વાત કરવામાં આવે તો દક્ષિણમાં વરસાદના આગમન બાદ ચારથી પાંચ દિવસ પછી રાજ્યના અલગ અલગ વિચાર વિસ્તારો ની અંદર પણ વરસાદ પડશે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના નિષ્ણાત દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે ગુજરાતની અંદર જૂન મહિનો બેસતાની સાથે જ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની છે. જેથી 15 મી જૂન સુધીનું વરસાદનું આગમન થઇ શકે છે અને સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા બધા વિસ્તારની અંદર ચોમાસાનું આગમન થોડું મોડું થઈ શકે એવી પણ આશંકા વ્યક્ત થઈ છે.
અમે તમને જણાવી દઈએ કે ગુજરાતના જાણીતા એવા હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે રાજ્યની અંદર ચોમાસુ કોઈ વર્ષે પહેલા આવે છે તો કોઈ વર્ષે મોડું પણ આવી શકે છે જેની વિપરીત અસર ખેડૂતોને પડી શકે છે. ત્યારે આ વર્ષની વાત કરીએ તો ચોમાસુ 15 જૂનની આસપાસ શરૂ થવાનું છે તેવી આગાહી કરવામાં આવી રહી છે.