- 3 દિવસમાં સિંગતેલના ભાવમાં 40 રૂપિયાનો થયો વધારો
- સિંગતેલના ડબ્બાના ભાવ 2,660થી 2,730 સુધી પહોંચ્યા
- મગફળીનું પુષ્કળ ઉત્પાદન થવા છતાં સિંગતેલ મોંઘુ થયું
ગુજરાતમાં વધતી જતી મોંઘવારી અને ઠંડી વચ્ચે મધ્યમ વર્ગને વધુ એક મોટો ફટકો પડ્યો છે. મોંધવારીના માર વચ્ચે વધુ એક ફટકો લાગ્યો હોય તેમ સીંગતેલમાં 3 દિવસમાં રૂપિયા 40નો વધારો થયો છે. સીંગતેલના ડબ્બાના ભાવ રૂ.2730 થયો છે. નોંધનીય છે કે, સીંગતેલમાં બે દિવસમાં રૂપિયા 30નો વધારો થયો હતો. જેથી ગઇકાલે સીંગતેલના 2700 ડબ્બાના ભાવ રૂ.2720 થયા હતા.
સિંગતેલના ભાવમાં વધારો
સિંગતેલના ભાવમાં સતત ત્રીજા દિવસે ભાવ વધારો જોવા મળ્યો છે. બે દિવસમાં સિંગતેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો થયા બાદ હવે ફરી એકવાર આજે 40 રૂપિયાનો વધારો થયો છે. જેને લઈ સિંગતેલના ડબ્બાના ભાવ 2,660થી 2,730 સુધી પહોંચ્યા છે. જોકે મહત્વની વાત એ છે કે, મગફળીનું પુષ્કળ ઉત્પાદન થવા છતાં સિંગતેલ મોંઘુ થયું છે.
છેલ્લા કેટલાક મહિનાઓ બાદ છેલ્લા 3 દિવસથી એકવાર સીંગતેલ અને કપાસિયા તેલમાં ભાવ વધારો થયો છે. વિગતો મુજબ ખાધ્યતેલમાં ગઇકાલ સુધી બે દિવસમાં રૂપિયા 30નો વધારો થયો હતી. જેમાં નવા તેલની આવક વચ્ચે ભાવ વધારો નોંધાતા મધ્યમ વર્ગને વધુ એક ફટકો પડ્યો છે. વિગતો મુજબ ગઇકાલ સુધી સીંગતેલના ડબ્બામાં રૂપિયા 20નો વધારો થયો હતો. જેને લઈ હવે સીંગતેલના ડબ્બાનો ભાવ વધીને 2,720 થયો હતો. જોકે આજે ફરી એકવાર ભાવ વધારો થતાં હવે સીંગતેલના ડબ્બાના ભાવ રૂ.2730 થયો છે.