- ચીન, સિંગાપોર, હોંગકોંગ, કોરિયા, થાઈલેન્ડ અને જાપાનથી આવનાર મુસાફરો માટે નવા નિયમો મૂકાયા
અમદાવાદ,ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસ હવે ચિંતા જગાવી રહ્યાં છે. જેને કારણે કોરોનાની નવી ગાઈડલાઈન બહાર પાડવામા આવી છે. ગુજરાતમાં વધતા કોરોનાને કેસોને કારણે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરાઈ છે. નવી ગાઈડલાઈન મુજબ, ચીન, સિંગાપોર, હોંગકોંગ, કોરિયા, થાઈલેન્ડ અને જાપાનથી આવનાર મુસાફરો માટે નવા નિયમો મૂકાયા છે. આ આદેશ અનુસાર, આ દેશોમાંથી આવનાર મુસઆફરો માટે આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ હોવો જરૂરી છે. નેગેટિવ રિપોર્ટને જ એરપોર્ટ સુવિધા પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે. ગુજરાત સ્વાસ્થય વિભાગ દ્વારા અમદાવાદ અને સુરત એરપોર્ટ પર આ ગાઈડલાઈન જાહેર કરાઈ છે.
દેશમાં કોરોનાના ૩,૦૯૫ નવા કેસ નોંધાયા છે.તો રાજ્યમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૩૮૧ નવા કેસ નોંધાયા છે. આ સ્થિતિમાં રાજ્ય સરકારે ટેસ્ટિંગ માટેની ગાઇડલાઇન જાહેર કરી છે. જે મુજબ ૬ દેશમાંથી ગુજરાતમાં આવતા પ્રવાસીઓ માટે RTPCR ટેસ્ટ ફરિજયાત કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે, જેના કારણે રાજ્ય સરકારે પણ સમીક્ષા બેઠક કરી છે. ત્યારે ગુજરાતમાં કોરોનાના નવા ૩૮૧ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત થયું છે. કચ્છમાં આજે એક દર્દી કોરોના સામેનો જંગ હારી ચૂક્યો છે. જ્યારે સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં આજે કોરોનાના ૧૨૩ કેસ છે. રાજ્યમાં કોવિડ ૧૯થી સાજા થવાનો રેસિયો ૯૮.૯૬ ટકા નોંધાયો છે.
જોકે, ગાંધીનગર સ્થિત જીબીઆરસી (ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર) ખાતે એક મિહનામં ૫૬૫ દર્દીઓના જીનોમ સિકવન્સ થયા હતા, જેમાંથી ૪૬ ટકા દર્દીઓમાં એકસબીબી.૧.૧૬ વાયરસ જોવા મળ્યો છે. એટલે કે ૨૬૨ દર્દીઓમાં એકસબીબી.૧.૧૬ વાયરસ મળી આવ્યો છે. આ વાયરલ ડેલ્ટાનો જ વેરિયન્ટ છે. આરોગ્ય વિભાગ પાસેથી મળેલી માહિતી અનુસાર, XBB.1.16 વેરિયન્ટનો પ્રથમ કેમ મહારાષ્ટ્રમાં જોવા મળ્યો હતો. ગુજરાતમાં અતાયર સુધી આ વેરિયન્ટના ૩૩૩ કેસ જોવા મળ્યા છે. XBB.1.16 વાયરસ કોરોનાનો સૌથી વધુ ચેપી હોવાનું એક્સપર્ટસનું કહેવું છે.
રાજ્યમાં ૧૫ દિવસમાં કોરોનાના ઢગલાબંધ કેસ નોંધાય છે. જેમાંથી સૌથી વધુ કેસ અમદાવાદમાં છે. ૨૯ માર્ચે ગુજરાતમાં ૨૨૪૭ એક્ટિવ કેસ નોંધાયા છે. જેમાં માત્ર અમદાવાદમાં જ ૯૦૮ કેસ છે. જે આખા ગુજરાતના ૪૦ ટકા છે. રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતની વાત કરીએ તો કુલ ૨૨૪૭ કોરોનાના એક્ટિવ કેસ છે. જેમાંથી ૬ વેન્ટીલેટર પર છે અને ૨૨૪૧ દર્દીઓની હાલત સ્ટેબલ છે. રાજ્યમાં ૧૨૬૮૫૬૩ દર્દીઓ ડીસ્ચાર્જ થઈ ચૂક્યા છે, જ્યારે ૧૧૦૫૪ લોકોના મોત થયા છે.
રાજ્યમાં આજે નોંધાયેલા કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદમાં ૩, અમદાવાદ કોર્પોરેશનમાં ૧૨૦, અમરેલી ૭, આણંદ ૯, અરવલ્લી ૧, બનાસકાંઠા ૩, ભરૂચ ૮, ભાવનગર કોર્પોરેશન ૩, બોટાદ ૨, છોટાઉદેપુર ૧, દાહોદ ૧, ગાંધીનગર ૩, ગાંધીનગર કોર્પોરેશન ૬, ગીર સોમનાથ ૩, જામનગર ૨, જૂનાગઢ કોર્પોરેશન ૨, ખેડા ૨, કચ્છ ૨, મહીસાગર ૧, મહેસાણા ૨૫, મોરબી ૩૫, નવસારી ૫, પાટણ ૫, પોરબંદર ૩, રાજકોટ ૨૩, રાજકોટ કોર્પોરેશન ૧૪, સાબરકાંઠા ૧૧, સુરત ૫, સુરત કોર્પોરેશન ૩૨, સુરેન્દ્રનગર ૨, વડોદરા ૧૮, વડોદરા કોર્પોરેશન ૨૦ અને વલસાડ ૪ એમ કુલ ૩૮૧ કેસ નોંધાયા છે.