ગુજરાતમાં ટ્રાફિકમાં ફરજ બજાવતા ટી.આર.બી. જવાનોના વેતનમાં વધારો કરવા ભારત મહાસભા દ્વારા ગૃહમંત્રીને રજુઆત

ગોધરા, ગુજરાત રાજ્યમાં ટી.આર.બી. જવાનો ટ્રાફિક સંંચાલન માટે સતત રોડ ઉપર ઉભા રહીને ફરજ બજાવતા હોય છે. તેવા ટી.આર.બી. જવાનોને મિનિમમ વેતન અને 26 દિવસની ફરજ ઉપર રહી શકે છે. આટલા વેતનના પરિવારના નિર્વાહ ન થતો હોય ત્યારે વેતનમાં વધારો કવરામાં આવે તેવી માંંગ સાથે અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા રાજ્ય ગૃહમંત્રીને લેખિત રજુઆત કરાઈ.

ગુજરાત રાજ્યમાં તમામ તાલુકાઓના મુખ્ય મથકો ખાતે ટી.આર.બી. જવાનો ટ્રાફિકના સંચાલન માટે સતત રોડ ઉપર ઉભા રહીને ફરજ બજાવી જનતાને મદદરૂપ થતા હોય છે. ટી.આર.બી. જવાનો ગરમી, વરસાદ કે પ્રદુષણની પરવાહ વગર મિનિમય વેતનમાં ફરજ બજાવતા હોય છે. તેમાં પણ ટી.આર.બી. જવાન વધારેમાં વધારે મહિને 26 દિવસ ફરજ ઉપર હાજર રહી શકે છે. અપાતા વેતનમાં પરિવારનું ગુજરાત ચાલી શકતું નથીે. ત્યારે ગુજરાત સંવેદનશીલ સરકાર દ્વારા ટી.આર.બી. જવાનોના વેતનમાં વધારો કરવામાં આવે તેવી માંગ સાથે અખિલ ભારત હિન્દુ મહાસભાના ગુજરાત પ્રદેશના પ્રભારી આશિષ પટેલ દ્વારા રાજ્યના ગૃહમંત્રીને લેખિત રજુઆત કરાઈ છે.