ગુજરાત રાજ્યના વાયરલ એક્ધેફેલાઇટીસના કુલ ૧૩૦ કેસો છે. જે પૈકી સાબરકાંઠા ૧૨, અરવલ્લી ૦૭, મહીસાગર ૦૨, ખેડા ૦૭, મહેસાણા ૦૭, રાજકોટ ૦૬, સુરેન્દ્રનગર ૦૫, અમદાવાદ કોર્પેરેશન ૧૨, ગાંધીનગર ૦૬, પંચમહાલ ૧૫, જામનગર ૦૬, મોરબી ૦૫, ગાંધીનગર કોપેરેશન ૦૩, છોટાઉદેપુર ૦૨, દાહોદ ૦૩, વડોદરા ૦૬, નર્મદા ૦૨, બનાસકાંઠા ૦૫, વડોદરા કોર્પેરેશન ૦૨, ભાવનગર ૦૧ દેવભૂમિ દ્વારકા ૦૧, રાજકોટ કોર્પેરેશન ૦૪, કચ્છ ૦૩, સુરત કોર્પોરેશન ૦૨, ભરૂચ ૦૩, અમદાવાદ ૦૧, જામનગર કોર્પોરેશન ૦૧ તેમજ પોરબંદર ૦૧ શંકાસ્પદ કેસો મળેલ છે.
ચાંદીપુરા વાયરસની માખી એટલે કે સેન્ડ ફ્લાય ઘરની અંદરની બાજુ કાચી કે પાકી દિવાલ હોય અને જ્યાં ભેજવાળુ વાતાવરણ હોય ત્યાં જોવા મળે છે. કાચી-પાકી દિવાલમાં તિરાડ કે છિદ્ર હોય ત્યાં સેન્ડ ફ્લાય રહે છે. નરી આંખે આપણને જે માખી દેખાય છે તેના કરતા સેન્ડ ફ્લાય ચાર ગણી નાની હોય છે.
હવે આપણે એ પણ સમજીએ કે સેન્ડ ફ્લાય કેવી રીતે જન્મ લે છે. સેન્ડ ફ્લાય ની ઉત્પતિ માટે ભેજવાળું વાતાવરણ જરૂરી છે તે તો આપણે જાણ્યું ત્યારે તેની ઉત્પતિ માટે ગીચ ઝાડી વાળો વિસ્તાર હોવો જરૂરી છે. નર અને માદા માખી ગીચ ઝાડીમાં વિક્સે છે. સેન્ડ ફ્લાય સવાર-સાંજ સક્રિય રહી શકે છે. દરેક માદા સરેરાશ ૩૦ થી ૭૦ ઈંડા મુકે છે. જો કે તેની આવરદાનો ગાળો અસ્પષ્ટ છે. કારણ કે ઘણા ઈંડા પ્રતિકૂળ વાતાવરણમાં નાશ પામે છે. જે ઈંડા ટકી રહે છે તેના સેવનનું કામ ૨૦ દિવસ સુધી ચાલે છે. આ તબક્કો અવિક્સિત તબક્કો કહેવાય છે. લગભગ એક મહિનાનો સમય વીતે પછી ખોરાક તરીકે વનસ્પતિ લેવાનું શરૂ થાય છે. શિયાળાની સિઝન આવે ત્યાં સુધીમાં ઘણા ઈંડા નાશ પામતા હોય છે. આદર્શ રીતે જોઈએ તો એક અઠવાડિયાથી ૧૩ દિવસની અંદર ઈંડા સંપૂર્ણપણે વિક્સી જાય છે.