રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ગુજરાતમાં સિઝનનો કુલ ૧૦૦ ટકાને પાર વરસાદ વરસ્યો છે. કચ્છમાં ૧૧૬.૭૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૭૯.૯૯ ટકા વરસાદ વરસ્યો છે. મય અને પૂર્વમાં ૯૮.૭૮ ટકા અને સૌરાષ્ટ્રમાં ૧૦૧ ટકા વરસાદ ખાબક્યો છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં ૧૦૮ ટકા વરસાદ વરસ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૩ જિલ્લાના તમામ ૨૫૧ તાલુકામાં વરસાદ ખાબક્યો છે.
ગુજરાતના ૭૬ ડેમ સંપૂર્ણ ભરાયો છે. ૯૬ ડેમ હાઈ એલર્ટ પર મુકાયા છે. ૪૬ ડેમ અને ૭૦ થી ૧૦૦ ટકાની વચ્ચે વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં ૩૬ જેટલી નદીઓ અને તળાવ ઓવરફ્લો થયા છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે હવામાન વિભાગે માછીમારોને ૩૦ ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
મચ્છુ-૨ ડેમના એક સાથે ૨૮ દરવાજા ખોલાયા છે. ૧૮ દરવાજા ૧૫ ફૂટ અને ૧૦ દરવાજા ૫ ફૂટ ખોલાયા છે. ઉપરવાસમાં સારો વરસાદ પડતા ડેમમાં પાણીની આવક થઇ રહી છે. ડેમમાં ૨,૧૬,૨૯૨ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આવક જેટલું જ પાણી છોડવામાં આવતા નદી બે કાંઠે વહી રહી છે. નીચાણવાળા ગામોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.