- દાહોદમાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પોલીસ તંત્ર સજજ:દાહોદ જીલ્લામાં 25 ચેકપોસ્ટ ઉભી કરાઇ.
- ભયમુક્ત મતદાન માટે રાત્રિ ગ્રામસભાનું આયોજન.
દાહોદ, લોકસભા 2024 ની ચૂંટણીને અનુલક્ષીને વહીવટી તંત્ર દ્વારા આદર્શ આચારસંહિતા અમલમાં આવતાની સાથે જ ચૂંટણીલક્ષી કામગીરીમાં જોતરાઈ ગયા હતા. મુખ્ય ચૂંટણી અધિકારી યોગેશ નિર્ગુડે તેમજ દાહોદ એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનમાં ચૂંટણી પ્રક્રિયામાં સામેલ કર્મચારીઓ તેમજ અધિકારીઓની તાલીમ તેમજ દાહોદ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ 7 વિધાનસભામાં 1950 જેટલા મતદાન મથકોનું રીવ્યુ આવ્યા હતા. સાથે સાથે સંવેદનશીલ મતદાન મથકો તેમજ રાજસ્થાન મધ્યપ્રદેશની સરહદે આવેલા મતદાન મથકો પર મુખ્ય ચૂંટણી અધિકારી યોગેશ નિગુડે, તેમજ એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સહીતના ઉચ્ચ અધિકારીઓ સાથે જાત નિરીક્ષણ કરી ચૂંટણીલક્ષી વ્યવસ્થા અંગે જરૂરી સુચન અને નિર્દેશ કરવામાં આવ્યા હતા. જોકે આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પોલીસ તંત્રની સૌથી મહત્વપૂર્ણ જવાબદારી હોય છે. જેનાં પગલે પોલીસ અધિક્ષકના નિર્દેશનમાં ડીવાયએસપી પીવાય તેમજ પીએસઆઇ કક્ષાના અધિકારીઓ રાઉન્ડ ધ કલોક ચૂંટણીલક્ષી કામગીરી કરી રહ્યા છે. લોકશાહીનો મહાપર્વ શાંતિ પણ માહોલમાં વિનાવિઘ્ને પૂર્ણ થાય તે માટે પોલીસ અધિક્ષક તેમજ મુખ્ય ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં ગુજરાતના સરહદી વિસ્તારોમાં ઝાબુઆ,અલીરાજપુર,બાસવાડા, છોટાઉદેપુર સહિતના અધિકારીઓ સાથે છ વખત મિટિંગ યોજાઈ ચૂકી છે. જેમાં નાસતા ફરતા આરોપીઓ, લિકર પોલીસી, સહિતની કામગીરીની વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી, તો દાહોદ જીલ્લામાં સરહદી વિસ્તારોમાં રાઉન્ડ ક્લોક કામગીરી કરવા માટે એસએસસી તેમજ એફ.એસ.ટીની ટીમોની રચના પણ કરવામાં આવી છે. સાથે સાથે પોલીસ મહાનિદેશકની સુચના અનુસાર દાહોદ જીલ્લામાં એક બીએસએફની કંપની પણ ફાળવવામાં આવી છે, જે એરીયા ડોમીનેશન, રૂટ માર્ચ તેમજ ફ્લેગ માર્ચ યોજી રહી છે. આ ઉપરાંત પોલીસની ટીમો દ્વારા યાદ સંરક્ષણ તેમજ પાંચ સરક્ષણની બંદૂકો જમાં લેવી, લાખો રૂપિયાની વિદેશી દારૂ ,તેમજ સાડા પાંચ હજાર ઉપરાંતના નાસતા ફરતા આરોપીઓને રાઉન્ડ કરવામાં આવ્યા છે. દાહોદ જીલ્લામાં લોકશાહીનું પર્વ ભયમુક્ત માહોલમાં યોજાય તે માટે સાથે સાથે લોકોમાં પોલીસ પ્રત્યે કોન્ફિડન્સ બિલ્ડીંગ ઊભી થાય તે માટે ડીવાયએસપી પીઆઇ તેમાં પીએસઆઇ કક્ષાના અધિકારીઓ ,રાત્રિ સભા યોજી ગામના સરપંચો આગેવાનો સાથે સંવાદ કરી રહ્યા છે. સાથે સાથે લોકસભાની ચૂંટણીમાં બિફ્રીઝ જેવી ચીજ વસ્તુઓની આપ લે તેમજ દારૂબંધીની કડક રીતે અમલવારી થાય તે માટે પોલીસ દ્વારા ત્રણ ક્વિક રિસ્પોન્સ ટીમ, એલસીબી એસઓજી તથા ડિવિઝનની એક એક ટીમ આપાતકાલીન પરિસ્થિતિમાં ઝડપથી ઉકેલ લાવવા માટે રચના કરવામાં આવી છે. આવા પ્રકારની તમામ તૈયારીઓને અંતે લોકશાહીનુ મહાપર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે દાહોદ જીલ્લા પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે
રાજસ્થાન-મધ્યપ્રદેશને જોડતી 25 ચેક પોસ્ટ ઉભી કરાઈ :FST/SST ટીમો કાર્યરત કરાઇ.
લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને દાહોદ પોલીસ પાડોશી રાજ્યના સરહદી વિસ્તારના જીલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી સંકલનમાં કામ કરી રહી છે. તદુપરાંત દાહોદ જીલ્લા પોલીસ દ્વારા રાજસ્થાન અને મધ્યપ્રદેશને જોડતી 19 જેટલી ઇન્ટરસ્ટેટ સંયુક્ત ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. સાથે સાથે દાહોદ જીલ્લાને જોડતી છ જુદી જુદી ચેકપોસ્ટ મળી કુલ 25 જેટલી ચેકપોસ્ટ સીલ કરવામાં આવી છે. આ તમામ ચેકપોસ્ટ ઉપર તથા ચૂંટણીલક્ષી કામગીરી માટે દાહોદ એસપી દ્વારા 18 જેટલી એફ.એસ.ટી તેમજ 22 જેટલી એસ.એસ.ટી ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે. જે રાઉન્ડ ક્લોક કામગીરી કરી રહી છે.
લિકર પોલીસી અંતર્ગત 70 લાખની દારૂ ઝડપાયો, ગુજરાતમાં સૌથી વધુ દાહોદ માંથી હથિયાર જમા લેવાયા….
ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે, પરંતુ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાંથી દાહોદના રસ્તે બુટલેગર તત્વો વિદેશી દારૂનું નેટવર્ક સંચાલિત કરે છે. પરંતુ સમય સમય પર પોલીસ કડક હાથે કામગીરી કરી લાખો કરોડો રૂપિયાની વિદેશી દારૂ ઝડપી લેતી હોય છે. આચારસંહિતા અમલમાં આવ્યા બાદ દાહોદ જીલ્લામાં આવેલા 19 પોલીસ મથકોમાં પોલીસે અત્યાર સુધીમાં 70 લાખ ઉપરાંતની વિદેશી દારૂ ઝડપી પાડવામાં સફળતા સાંપડી છે. તો બીજી તરફ ગુજરાતમાં સૌથી વધુ દાહોદ જીલ્લામાં હથિયાર પરવાના હોવાથી દાહોદ પોલીસી અત્યાર સુધીમાં 5558 જેટલા હથિયારો જમા લીધા છે જ્યારે 25 હથિયારો હજી પણ જમા લેવાના બાકી છે.
લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પોલીસે નાસતા ફરતા આરોપીઓને કસ્ટડીમાં લીધા….
લોકસભાની ચૂંટણી નિવિર્ધને યોજાય તે માટે પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓની યાદી બનાવી પાડોશી રાજ્યોના પોલીસ સાથે સંકલનમાં રહી વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ એક્શન પ્લાન અમલમાં મુકેલો હતો જે અંતર્ગત દાહોદ પોલીસે અત્યાર સુધીમાં 45 જેટલા નાસ્તા ફરતા ઇસમોને જેવો એક્શન પ્રિવેન્ટ સાથે જોડાયેલા હતા. તેઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે.
ભયમુક્ત માહોલમાં ચૂંટણી યોજવા પોલીસનું સ્થાનિક આગેવાનો સાથે રાત્રિ સભા યોજી સંવાદ, બીએસએફની કંપની દ્વારા ફ્લેગમાર્ચ….
ચૂંટણી અનુલક્ષીને પોલીસ દ્વારા મતદાન મથકોની બૂથ વાઇસ વિઝીટ કરવામાં આવી રહી છે. સાથે સાથે ભયમુક્ત માહોલમાં ચૂંટણી યોજાય તે માટે પોલીસ સતત રાત્રી સભા યોજી ગ્રામજનો સરપંચો તેમજ આગેવાનો સાથે સંવાદ કરી રહી છે, સાથે સાથે પોલીસની મદદ માટે ગુજરાત પોલીસ મહાન નિર્દેશક વિકાસ સહાય દ્વારા બીએસએફની એક કંપની દાહોદ માટે ફાળવવામાં આવી છે. જે કંપની દાહોદ જીલ્લાની તમામ વિધાનસભામાં રૂટ માર્ચ તેમજ ફ્લેટમાર્સ યોજી રહી છે.
One thought on “ગુજરાતમાં સૌથી વધુ દાહોદ જીલ્લામાં હથિયાર જમા લેવાયા : લિકર પોલીસી અંતર્ગત પોણા કરોડનો દારૂ ઝડપાયો”
Comments are closed.