
પંચમહાલ: પંચમહાલથી સામે આવેલા Neet પરીક્ષા કૌભાંડ મામલે જિલ્લા પોલોસ વડાએ આજરોજ મોટો ખુલાસો કર્યો છે. સમગ્ર મામલે તપાસ માટે SIT ની રચના કરવા માં આવી છે. હવે આ મામલે પોલીસે બનાવેલી SIT દ્વારા તપાસનો શરૂ કરવામાં આવ્યો છે. જેમાં પણ ચોંકાવનારી હકીકતો સામે આવી છે.
પંચમહાલ પોલીસે સમગ્ર મામલાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડા એ તપાસ માટે SITની રચના કરી છે. સાથે જ આજરોજ જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવેલી માહિતીમાં તુષાર ભટ્ટની ભૂમિકા અંગે મોટો ખુલાસો થયો છે. આરોપી તુષાર ભટ્ટે જે વિદ્યાર્થીઓ સાથે ડિલ થઈ હતી તેમને જણાવ્યું હતું કે જેટલું આવડે તેટલું ઓ એમ આર શીટમાં લખવું બાકીનું બ્લેન્ક છોડી દેવું અને ભટ્ટે ઓએમઆર શીટમાં બાકીના જવાબો ભરવા માટે વાલીઓ જોડે સેટિંગ કર્યું હતું.
હાલ આ સમગ્ર મામલે ત્રણ આરોપી પૈકી રોય ઓવરસિઝ ના માલિક પરશુરામ રોય ની ગોધરા પોલીસે ગત રાત્રી ના તેના તેની ઓફીસ થી ધરપકડ કરી લીધી છે તો બાકી ના બે આરોપી તુષાર ભટ્ટ અને આરીફ વ્હોરા ને ઝડપી પાડવા પણ અલગ અલગ ટીમો બનાવી તાપસ કરવામાં આવી રહી છે.
સૌથી મહત્વની વાત એ છે કે આ મામલે હવે જે વિદ્યાર્થીઓના લિસ્ટ ભટ્ટ અને રોયની વોટ્સએપ ચેટમાં સામે આવ્યા છે તે વાલીઓની ભૂમિકા અંગે પણ તપાસ કરવા માં આવનાર છે. હાલ જે વિદ્યાર્થીઓનું લિસ્ટ સામે આવ્યું છે. તેમના વાલીઓને શોધી કાઢવા પોલીસે અલગથી એક ટીમ કામે લગાડી છે. SITની ટીમ પરશુરામ રોય ની ઓફીસમાં હાલ સર્ચ કરી રહી છે. જેના દસ્તાવેજમાંથી પણ અનેક મોટા ખુલાસાઓ સાથે કેટલાક મોટા માથાના નામો પણ સામે આવી શકે છે.