ગુજરાતમાં લોકશાહીની હત્યા કરનાર ભાજપ નેતાના નફ્ફટ નબીરાની ધરપકડ

ગાંધીનગર, ગુજરાતમાં લોક્સભાની ચૂંટણી માટે ૨૫ સીટો પર મંગળવારે મતદાન થયું હતું. મતદાન દરમિયાન દાહોદ લોક્સભામાં ભાજપ નેતાના પુત્ર દ્વારા બૂથ કેમ્પચિંગ કરવામાં આવ્યું હતું. હવે ચૂંટણી પંચે પણ બૂથ કેપ્ચરિંગ થયાનો સ્વીકાર કર્યો છે. સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એબી પટેલે આજે ગાંધીનગરમાં કહ્યું કે દાહોદ મતદાન કેન્દ્ર પર વાયરલ થયેલા વીડિયોમાં બૂથ કેમ્પરિંગ થયું છે. નોંધનીય છે કે દાહોદ લોક્સભા વિસ્તારના મહીસાગર જિલ્લાના રથમપુરમાં બૂથ કેપ્ચરિંગ થયું હતું.

રાજ્ય ચૂંટણી પંચે આ અંગેે કહ્યું કે જિલ્લા ચૂંટણી અધિકારીએ રાત્રે વોટ્સએપ દ્વારા ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું કે આજે સ્કૂટિંગનો દિવસ છે. ત્યાં ચર્ચા થશે અને ત્યારબાદ ફેર મતદાન અંગે નિર્ણય કરવામાં આવશે. ચૂંટણી પંચે કહ્યું કે આ અંગે પોલીસને ફરિયાદ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. વાયરલ વીડિયો અને બૂથ કેપ્ચરિંગની ઘટનામાં બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એબી પટેલે કહ્યું કે બૂથ પર હાજર ચૂંટણી અધિકારીની કામગીરી અંગે પણ રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. પ્રિસાઇડિંગ ઓફિસરની જવાબદારી અંગે પણ રિપોર્ટ માંગવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી પાસે સમગ્ર ઘટના અંગે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. આ રિપોર્ટ આવ્યા બાદ એ બૂથ પર ફેર મતદાન કરાવવું કે નહીં તેનો નિર્ણય કરવામાં આવશે.

ગુજરાતમાં ગઈકાલે તમામ લોક્સભા બેઠકો પર શાંતિપૂર્વક મતદાન થયું હતું. પરંતું શાંતિપૂર્વક મતદાન વચ્ચે દાહોદ લોક્સભા બેઠક પર મોટી ઘટના બની હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. દાહોદ લોક્સભા બેઠકમાં બિહારવાળી થઈ હતી. મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરીંગ કરાયું હતું. આ ઘટનામાં ભાજપના જ નેતાના પુત્રે બુથ કેપ્ચરીંગ કર્યુ હતું. ઉપરથી તેણે બુથ કેપ્ચરીંગની સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ કરી હતી.

દાહોલ લોક્સભામાં ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસી ઈફસ્ કેપ્ચર કર્યું હતું. વિજય ભાભોરે પોતાના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર આખી ઘટના લાઇવ પણ કરી હતી. એટલું જ નહિ, વિજય ભાભોરે અન્ય લોકો સાથે મળી ભાજપ ઉમેદવાર માટે બોગસ વોટિંગ પણ કર્યુ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. વિજય ભાભોરે બૂથના અધિકારી કર્મચારીઓને ગાળો પણ ભાંડી હતી.