
અમદાવાદ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનું કામ ૧૦૦ ટકા પૂર્ણ થઈ ગયું છે. નોંધનીય છે કે, રાજ્યના ૮ જિલ્લાઓમાં જમીન સંપાદનની કામગીરી હાથ ધરાઇ હતી. આ તરફ હજી ટેકનિકલ ખામીને કારણે મુંબઈમાં જમીન સંપાદન બાકી છે. જેને લઈ હવે આગામી દિવસોમાં મુંબઈમાં પણ જમીન સંપાદનની કાર્યવાહી આગળ વધશે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ બુલેટ રફ્તાર વચ્ચે ગુજરાતમાં ૧૦૦ % જમીન સંપાદન પૂર્ણ થઈ ચૂક્યું છે. વિગતો મુજબ રાજ્યમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થઈ છે. જેમાં ગુજરાતના ૮ જિલ્લામાં ૯૫૧.૧૪ હેક્ટર જમીન સંપાદન કરવામાં આવી છે. જોકે મુંબઈમાં ટેક્નિકલ ખામીને લઈને જમીન સંપાદન બાકી હોવાથી હવે આગામી સમયમાં મુંબઈમાં પણ જમીન સંપાદનનું કાર્ય આગળ વધારાશે.