ગુજરાતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના કલેક્શન આ વર્ષે ૧૫ ટકા વધારો નોંધાયો

અમદાવાદ,ગુજરાતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) નું કલેક્શન આ વર્ષે ફેબ્રુઆરીમાં માંગમાં વધારો અને વ્યાપારી પ્રવૃત્તિમાં વધારાના કારણે રૂ. ૧૧,૦૭૯ કરોડ રહ્યું હતું, એમ કેન્દ્રીય નાણા મંત્રાલયના ડેટામાં જણાવાયું હતું. આ સાથે, ગુજરાતમાં ટેક્સ મોપ-અપ ગયા વર્ષના સમાન મહિનામાં રૂ. ૯,૫૭૪ કરોડની સરખામણીએ ૧૫% વયો છે.

ફેબ્રુઆરીમાં,જીએસટી કલેક્શન ૧,૬૮,૩૩૭ કરોડે પહોંચ્યું, જેમાં સ્થાનિક વ્યવહારોએ ૧૩.૯% વૃદ્ધિ અને માલની આયાતમાં ૮.૫% વૃદ્ધિનું યોગદાન આપ્યું. સેન્ટ્રલ જીએસટીએ ૩૧,૭૮૫ કરોડ એકત્રિત કર્યા, એસજીએસટીએ ૩૯,૬૧૫ કરોડ એકત્રિત કર્યા,જીએસટીએ ૮૪,૦૯૮ કરોડનું યોગદાન આપ્યું, સેસનું યોગદાન ૧૨,૮૩૯ કરોડ હતું.

કેન્દ્રીય નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ વૃદ્ધિ સ્થાનિક વ્યવહારોમાંથી જીએસટીમાં ૧૩.૯% અને માલની આયાતથી જીએસટીમાં ૮.૫% વધારાને કારણે થઈ હતી.” ફેબ્રુઆરી મહિનામાં કુલ આવક જાન્યુઆરીના વ્યવસાયિક વ્યવહારોને દર્શાવે છે.

ફેબ્રુઆરીમાં જીએસટીની કુલ આવક ૧,૬૮,૩૩૭ કરોડ હતી. મહિના માટે રિફંડની જીએસટી આવક ચોખ્ખી ૧.૫૧ લાખ કરોડ હતી, જે વાર્ષિક ધોરણે ૧૩.૬% વૃદ્ધિ દર્શાવે છે.જાહેર કરાયેલા ડેટામાં અગાઉના મહિના (જાન્યુઆરી)ની કુલ આવક ૧,૭૨,૧૨૯ કરોડથી વધીને ૧,૭૪,૧૦૬ કરોડ થઈ હતી.

૨૦૨૩-૨૪માં જીએસટીની આવકમાં ૧.૬૭ લાખ કરોડના સરેરાશ માસિક સંગ્રહ સાથે સતત પ્રદર્શન જોવા મળ્યું છે, જે ૨૦૨૨-૨૩માં ૧.૫૦ લાખ કરોડ કરતાં નોંધપાત્ર રીતે વધારે છે. ડેલોઈટ ઈન્ડિયાના ભાગીદાર એમએસ મણીએ જણાવ્યું હતું કે ત્રીજા ક્વાર્ટર (૮.૪%) માટે મજબૂત ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ આંકડા આવતા, પ્રભાવશાળી જીએસટી કલેક્શન તમામ ક્ષેત્રોમાં વ્યાપક આધારિત વપરાશમાં વધારો દર્શાવે છે કારણ કે જીએસટીએ વપરાશ કર છે. “ફેબ્રુઆરી ૨૦૨૪ માટે પ્રભાવશાળી કલેક્શન સરકારને વધુ આરામ આપશે કે વર્ષ માટે ટેક્સ વસૂલાતના લક્ષ્યાંકો સારા માજનથી વધી જશે.”