રાજ્યના હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત માવઠાની આગાહી આપવામાં આવી છે. આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. અમરેલી, પોરબંદર, દ્વારકામાં કમોસમી વરસાદની શક્યતા સેવાઈ રહી છે. તો કચ્છ સહિત રાજ્યના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વરસાદની આગાહીના લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
હવામાન વિભાગે ભર શિયાળે વરસાદની આગાહી કરતા ખેડૂતોના જીવ પડિકે બંધાયા છે. દરિયા કિનારાના વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. અત્રે જણાવીએ કે, છેલ્લા બં દિવસથી ઠંડીનો પારો પણ ગગડ્યો છે. અત્યારે ગુજરાતના વિવિધ શહેરોમાં તાપમાન 2થી3 ડિગ્રી ઘટ્યું છે. ત્યાર આ બધાની વચ્ચે વરસાદની આગાહી કરાઈ છે. ભેજ સાથે પવન આવતા વરસાદી માહોલ રહી શકે છે તેમજ ઉત્તર પૂર્વના પવન અને ભેજને લઈને ક્યાંક વરસાદી ઝાપટા પડશે. સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.8 ડિગ્રી આસપાસ નોંધાયું છે. વધુમાં કહ્યું કે, અમદાવાદમાં 15.5 ડિગ્રી અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પવનની ગતિના કારણે આજે ઠંડી ભારે ચમકારો જોવા મળ્યો છે. આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં એક ડિગ્રી ઘટી શકે શકે તેમ પણ હવામાન વિભાગે જણાવ્યું છે
શિયાળાની સિઝન શરૂ બાદ જ હવે ધીમે ધીમે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ગુલાબી ઠંડીનું જોર વધતા લોકો તાપણાનો સહારો પણ લેતા જોવા મળી રહ્યા છે. જ્યારે બીજી તરફ કેટલાક લોકો ઠંડીમાં પર્યટક સ્થળો ફરવા જવાનું વધુ પસંદ કરી રહ્યાં છે. જો કે, વહેલી સવારે ગુલાબી ઠંડીમાં મોનિંગ વોક માટે જતા લોકોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તો વળી કેટલાક લોકો ઠંડીનું પ્રમાણ વધતા લોકો ઘરમાં જ પૂરાઈ રહેવાનું વધારે પસંદ કરી રહ્યા છે. રાજ્યમાં ગુલાબી ઠંડી દસ્તક દેતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. ચાલો જાણીએ આજે મોટો શહેરમાં કેટલું તાપમાન છે. અત્રે જણાવીએ કે, અમદાવાદ શહેરમાં આ સિઝનમાં પહેલીવાર ગઈકાલે તાપમાન 13.3 ડિગ્રી નોંધાયો હતો.