નવસારીના ઇતિહાસમાં પ્રથમ વખત ૩૦ કરોડ જેટલું મોટું ડ્રગ્સનું રેકેટ નવસારી જિલ્લા પોલીસના હાથે લાગ્યું છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ચાંગલી ફળિયાના દરિયા કિનારે ૫૦ પેકેટ જેનું વજન કિલોગ્રામ અસિસ નામનું નાર્કોટિક ડ્રગ્સ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. અંદાજે ચાર મહિનાથી વધુ સમયથી દરિયામાં પડ્યું હતું અને પાંચ લેયરમાં પેકિંગ કરીને દરિયામાં બીનવારસી હાલતમાં પડ્યું હતું.
જે દરિયા કિનારે તણાઈ આવ્યું છે પોલીસને પેટ્રોલિંગ દરમ્યાન મળી આવતા ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. વલસાડ સુરત અને હવે નવસારીમાં મોટા પાયે ડ્રગ્સનો જથ્થો મળી આવતા સ્ટેટની એજન્સીઓ કામે લાગી છે. વલસાડ અને સુરત બાદ નવસારી જિલ્લામાં મળી આવેલું નાર્કોટિક ડ્રગ્સ માં સામ્યતા જોવા મળી રહી છે. ડ્રગ મળવાની ઘટનામાં બિન વાષક હોવાના કારણે પોલીસ દિશા વિહીન બની છે. અને પેડલરો તથા સ્થાનિક માછીમારોના સહયોગથી દરિયાકાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારીને તપાસ હાથ ધરી છે.
છેલ્લા ઘણા સમયથી ગુજરાતના દરિયાકિનારે બિનવારસી હાલતમાં ડ્રગ્સ મળી આવવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ડ્રગ્સ મળવાની ઘટનાને પગલે ગુજરાત હવે સમગ્ર દેશમાં ચર્ચાના ચકડોળે ચડ્યું છે. ગુજરાતના દરિયાકિનારે વારંવાર મળી રહેલા બિનવારસી ડ્રગ્સને પગલે વિવિધ આશંકાઓ પ્રવર્તી રહી છે. વલસાડ અને નવસારીના મળેલા ડ્રગ્સના જથ્થામાં સામ્યતા હોવાનું અને ઈરાન અથવા અફઘાનિસ્તાનથી ડ્રગ્સ આવ્યું હોવાનું પ્રાથમિક તારણ જિલ્લા પોલીસ કરી રહી હાઈલી પ્યોરીફાઈડ ફોર્મમાં મળેલું ડ્રગ્સ હજુ લેબોરેટરીમાં મોકલ્યા બાદ તેની સાંદ્રતા માપવાની પોલીસે કામગીરી શરૂ કરી છે.
દક્ષિણ ગુજરાતમાં મળેલા ડ્રગ્સને પગલે દક્ષિણ ગુજરાતનો દરિયા કિનારો જાણે ડ્રગ્સની હેરફેરનું સ્થળ બની ગયું હોય તેમ એક પછી એક જિલ્લાઓમાં ડ્રગ્સનો જથ્થો મળી રહ્યો છે. બિનવારસી ડ્રગ્સનો જથ્થો આવ્યો ક્યાંથી?? અને જો આવ્યો તો કયા દેશમાંથી અને કોણ લાગ્યું હતું?? ઉર્દુ પેકેટમાં પેક કરેલું અને પાણીમાં ન પલળે તેવું પાંચ લેયર વાળુ પેકિંગ ક્યાં કરવામાં આવ્યું?? સમગ્ર ઘટનાક્રમ પોલીસ તપાસ બાદ જ માલુમ પડશે.