દે.બારીયા, ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળો પર દેખવા મળતી હોય છે. દાહોદ જીલ્લાના તમામ તાલુકાના મુખ્ય પોલીસ સ્ટેશનો તથા આઉટ પોલીસ ચોકીઓ તેમજ એલ.સી.બી.સાથે સ્ટેટ વિજીલન્સ વિભાગના કર્મીઓના દ્વારા પ્રોહિબીશનની રેડો પાડતા લાખ્ખોનુંં વિદેશી દારૂનો જથ્થો પકડાતો હોય છે. જેટલો દારૂ પીવાતો હોય છે. તેનો ડબલ જથ્થો પકડવામાં આવતો હોય છે. તેમાંથી સગેવગે થાય છે. પીવાય પણ છે. અમુક ખાલી બોટલોના ખોખા નાશ કરાતા હોય છે. ત્યાં દેખવા મળે છે. દારૂ નાશ કરવાની કાર્યવાહી ગુપ્ત કેમ રાખવામાં આવે છે. તે યક્ષ પ્રશ્ર્ન છે ? તેવું આમ જનતામાં ચર્ચાઈ રહ્યું છે.
અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે, થોડા વર્ષો અગાઉ દે.બારીયા તાલુકાના પીપલોદ આઉટ પોસ્ટ પોલીસ ચોકીની હદ માંથી ગાંધીનગરની ટીમે રેડ પાડી વિદેશી દારૂનો જથ્થો પીપલોદ પોલીસ ચોકી સુપ્રત કરાયો હતો. તે વિદેશી દારૂનો જથ્થો એલ.આર.ડી.ના પોલીસ વિભાગના કર્મીઓના દ્વારા સગેવગે કરાાતો વાયરલ વિડીયો થતા તેમના ઉપર કાર્યવાહી પણ થઈ હતી. આવા તો કેટલાય બોકસ સગેવગે થતા હશે. તમામ રેડ રાત્રીમાંં પાડવામાં આવતી હોય છે. પકડાયેલા જથ્થા માંથી પોલીસની ખાનગી ફોરવ્હીલમાં વિદેશી દારૂ અડધો અડધ સગેવગે કરી નાખવામાંં આવતો હોય છે. તેવું બુટલેગરોમાં ગણગણાટ સંભળાય છે. આ વાતમાં તથ્ય છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળો ઉપર છે ?
જેથી બોર્ડરની પોલીસ ચોકીમાંં નિમણૂંક માટે ઓન બોલાતી હોય છે. આવા કર્મીઓની યાદી તૈયાર કરીને આયકર વિભાગ જાંચ કરે તો મોટા રહસ્યો બહાર આવે તો નવાઈ નહિ. તમામ જીલ્લા અને તાલુકાના પોલીસ સ્ટેશનોમાં કબજે કરાયેલો વિદેશી દારૂનો જથ્થો 24*7 પહેરામાંં રાખવાની જોગવાઈ થવી જોઈએ. તેમજ સ્ટ્રોંગરૂમમાં સી.સી. કેમેરાની બાજ નજર હેઠળ રાખવામાં આવે અને કબ્જે લેવાયેલો દારૂનો જથ્થો દર છ માસના સમયની મર્યાદામાં નાશ કરવામાં આવે એવી જોગવાઈના નિયમો ઉપર સોચ વિચાર કરી અમલવારીમાં લાવવામાં આવે તો ગુજરાતમાં દારૂબંધીની માત્ર વાતો માત્ર કાગળો પર ચાલે છે. તેવા લાંછનો પર બ્રેક લાગશે. ગૃહ વિભાગના ઉચ્ચપદના અધિકારીઓ આ બાબતે સોચ વિચાર કરવાનો સમય આવી ગયો છે કે પછી ગાંધીના ગુજરાતમાં દારૂડીયા સરે આમ તમને લથડતા જોવા મળશે તે તો આવનારો સમય જ બતાવશે.