ગુજરાતમાં કોરોના સંક્રમણ બાદ મોતનો આંકડો પણ વધ્યો : આજે નવા ૧૭૯૦ કેસ : ૮ દર્દીઓએ જીવ ગુમાવ્યા

ગુજરાતમાં કોરોનાનો કહેર મચ્યો છે. સરકારના અનેક પ્રયત્નો છતાં કેસો બમણી ગતિથી વધી રહ્યા છે. આજે તો મોતની સંખ્યા પણ વધી ગઈ છે. સતત બીજા દિવસે ૧૭૦૦થી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદમાં ૨, સુરતમાં ૨ તેમજ ગાંધીનગર, રાજકોટ, જામનગર અને વડોદરામાં ૧-૧ એમ કુલ ૮ દર્દીઓ જીવ ગુમાવી ચુક્યા છે. કુલ પોઝીટીવ કેસનો આંક ૨.૯૧ લાખને પાર થઈ ગયો છે. એક્ટિવ કેસ વધીને ૮,૮૨૩ થયા છે. રિકવરી રેટ ઘટીને ૯૪.૪૫ ટકા થયો છે.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના પોઝીટીવ નવા ૧,૭૯૦ કેસો નોંધાયા છે. ૮ દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે ૧,૨૭૭ દર્દીઓ સાજા થયા છે. તે સાથે અત્યાર સુધીમાં ૨,૭૮,૮૮૦ દર્દીઓ ડિસ્ચાર્જ થયા. રાજ્યમાં કુલ ૭૯ દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે ૮,૭૪૪ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક ૪,૪૬૬ તથા કુલ પોઝીટીવ કેસનો આંક ૨,૯૨,૧૬૯ થયો છે.

● જિલ્લા મુજબ નોંધાયેલા કેસો

સુરત ૫૮૨, અમદાવાદ ૫૧૪, વડોદરા ૧૬૫, રાજકોટ ૧૬૪, ગાંધીનગર ૩૯, ભાવનગર ૩૮, જામનગર ૩૫, ખેડા – પાટણ ૧૯, મહેસાણા – નર્મદા ૧૭, દાહોદ ૧૬, બનાસકાંઠા – કચ્છ ૧૫, અમરેલી ૧૨, ભરૂચ ૧૩, મોરબી ૧૨, મહીસાગર ૧૧, આણંદ ૧૦, સાબરકાંઠા ૯, સુરેન્દ્રનગર – તાપી જૂનાગઢ ૮, દેવભૂમિ દ્વારકા – નવસારી – વલસાડ ૭, ગીર સોમનાથ ૬, પંચમહાલ પ, ડાંગ -૪, અરવલ્લી – પોરબંદર ર, બોટાદ – છોટા ઉદેપુર ૧.