ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ GPSC પરીક્ષાની તારીખોમાં બદલાવ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાનાર છે. જેને લઈ GPSCની તારીખોમાં બદલાવ થયો છે.

અગાઉ આ પરીક્ષા 14,16 અને 18 ફેબ્રુઆરીએ યોજાશે તેવી જાહેરાત થઈ હતી. જોકે ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવવાની છે. તેના કારણે જીપીએસસી પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ પરીક્ષા હવે માર્ચ મહિનામાં લેવાશે. જે મુજબ જીપીએસસી વર્ગ 1-2ની મેઇન્સ પરીક્ષાઓ હવે 9,12, 14 માર્ચે યોજાશે.

ઉલ્લેખનીય છે કે, આગામી તા.૨૧ ફેબ્રુઆરીએ રાજ્યની ૬ મહાનગર પાલિકાઓની ચૂંટણી યોજાશે જેની મતગણતરી તા.૨૩ ફેબ્રુઆરીના રોજ થશે. આ સાથે ૮૧ નગરપાલિકાઓ, ૨૩૧ તાલુકા પંચાયતો થતા ૩૧ જિલ્લા પંચાયતો માટે આગામી તા.૨૮ ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. અને તેની મતગણતરી ૨ માર્ચના રોજ થશે. ચૂંટણી પ્રક્રિયાને લઈ જીપીએસસીની પરીક્ષા પાછી ઠેલવાઈ છે.