ચાંદીપુરા વાયરસને લઈને વધુ એકના મોતની આશંકા સેવાઇ રહી છે. મહત્વનું છે કે, ઉત્તર ગુજરાતના સાબરકાંઠાથી ચાંદીપુરા વાયરસના કેસો સામે આવ્યા બાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં આ વાયરસના કેસો નોંધાયા છે. સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં આઠ જેટલા શંકાસ્પદ ચાંદીપુરાના કેસ દાખલ થઈ ચૂક્યા છે. તેમજ આઠ પૈકી પાંચ દર્દીઓનાં મોત થયા છે. આ બધાની વચ્ચે હવે મહેસાણા જિલ્લામાં આ જીવલેણ વાયરસના બે કેસ નોંધાયા છે. જે પૈકી એક બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે.
મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના ૨ શંકાસ્પદ કેસ નોંધાયા છે. મહેસાણા જિલ્લાના વરેઠા અને ડાભલામાં ચાંદીપુરા વાયરસના ૨ શંકાસ્પદ કેસ નોંધાયા બાદ બાળકોને વડનગર અને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ તરફ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બાળકોના ઘર આસપાસ તપાસ કરાઇ છે. આ સાથે આરોગ્ય વિભાગે સેમ્પલ લઈ પૂણા તપાસ માટે મોકલાયા છે. જોકે અમદાવાદમાં સારવાર લઈ રહેલ એક બાળકનું મોત પણ થયું છે જેને લઈ આરોગ્ય તંત્રમાં દોડધામનો માહોલ સર્જાયો છે.
મહેસાણા જિલ્લાના વરેઠા અને ડાભલામાં ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાયા છે. જોકે શંકાસ્પદ કેસ નોંધાતા બાળકો હાલમાં વડનગર અને અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ ખસેડાયા છે. જ્યારે આરોગ્ય ટીમ દ્વારા હાલમાં બંને બાળકોના ઘરોની આસપાસ સર્વેલેન્સ કામગીરી હાથ ધરી છે. જોકે સારવાર દરમિયાન એક બાળકનું મોત થતાં પરિજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે. આ તરફ તંત્ર દ્વારા સેમ્પલ લઇ પુના લેબમાં મોકલવામાં આવ્યા છે. જોકે આ મૃતક બાળકનું નિધન ચાંદીપુરાથી થયું કે અન્ય કારણ થી તે રિપોર્ટ બાદ માલૂમ પડશે. નોંધનિય છે કે, પુના મોકલાયેલા રિપોર્ટ એક અઠવાડિયામાં આવશે.
ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિને તાવ આવે છે અને તેના લક્ષણો લૂ અને તીવ્ર એન્સેફાલીટીસ (મગજની બળતરા) જેવા છે. તે મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડલાય જેવા વાહકો (જંતુઓ) દ્વારા ફેલાય છે. આ વાયરસ માખી દ્વારા ફેલાવાતો હોવાથી તેને મારવા સહિત ડસ્ટિંગ સહિત અન્ય પગલાં લેવા માટે ટીમો તૈનાત કરી છે. ચાંદીપુરા વાયરસ મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડલાય (માખીઓ) દ્વારા ફેલાય છે. આ જંતુઓ તમારી આજુબાજુ દેખાય તો યાન રાખજો.
રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરાના કેસોને લઈને કેબિનેટ મંત્રી રૂષિકેશ પટેલે જણાવ્યું હતું કે તમામ કેસો શંકાસ્પદ છે. સેમ્પલ તપાસ માટે પુણે લેબોરેટરીમાં મોકલાયા છે જેનો રિપોર્ટ આવ્યો નથી. મહત્વપૂર્ણ છે કે સાબરકાંઠામાં ૬, અરવલ્લીમાં ૩, મહિસાગર, રાજકોટ, ખેડા અને મહેસાણામાં એક-એક દર્દી એમ કુલ ૧૨ જેટલા મૃતકોમાં બીમારી સમયે શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા હતા.