રાજ્યમાં વરસાદનું જોર વધ્યું છે. છેલ્લા બે દિવસમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. મોરબીના ટંકારામાં સૌથી વધુ વરસાદ નોંધાયો. અમદાવાદ, સાબરકાંઠા, વલસાડ, સુરેન્દ્રનગર અને સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો. ભારે વરસાદના કારણે છેલ્લા બે દિવસમાં નદીઓમાં નવા નીર આવતા જળાશયો ભરાઈ ગયા છે અને ડેમ ઓવરફલો થઈ રહ્યા છે. આજે સવારથી રાજ્યમાં અનેક સ્થાનો પર ધોધમાર વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ આગામી દિવસોમાં પણ ભારે વરસાદનું જોર રહેશે. ગુજરાતમાં વરસાદને કારણે ઘણી ટ્રેનોને અસર થઈ છે. છેલ્લા ૪૮ કલાકમાં રેલ વાહનવ્યવહાર ખરાબ રીતે પ્રભાવિત થયો છે.
ગુજરાતમાં વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ સાથે વાત કરી હતી. ગુજરાતમાં વરસાદને કારણે સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કેન્દ્રએ સેનાની ૬ ટુકડીઓ ગુજરાતમાં મોકલી છે. આ ટુકડીઓને વડોદરા અને દ્વારકા સહિતના સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં મોકલવામાં આવી છે.
મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર વિસ્તારના મોરબી, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના ભરૂચ અને ડાંગ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વાત કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. અધિકારીઓને સ્થિતિ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. દ્ગડ્ઢઇહ્લ, જીડ્ઢઇહ્લ અને કોસ્ટ ગાર્ડની મદદથી અત્યાર સુધીમાં ૧,૬૫૩ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ સિવાય સાવચેતીના ભાગરૂપે અત્યાર સુધીમાં ૧૭,૮૦૦ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
કલેકટર પ્રવીણ ચૌધરીએ વરસાદની સ્થિતિને લઈને ગામોને એલર્ટ કરી જરૂરી વગર બહાર ના જવા સૂચના આપી. ખેડાના વણાંકબોરી ડેમમાં પાણીની આવક. ઉપરવાસમાં ભારે વરસાદ થતા ડેમમાં છોડાયું પાણી. ૪ લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડાયુ. આણંદ જિલ્લા નાં આંકલાવ બોરસદ ઉમરેઠ અને આણંદ તાલુકા નાં ૨૬ ગામો મહીસાગર નદી કિનારે આવેલ છે. આણંદ કલેકટર પ્રવીણ ચૌધરી એ ૨૬ ગામો નાં તલાટી અને સરપંચઓ ને સતર્ક રહેવા આપી સૂચના વાસદ બ્રિજ પાસે મહીસાગર નદી મા પાણી ની આવક વધતા લોકો બંને કાંઠે વહેતી નદી નાં નીર જોવા ઉમટ્યા.
ભારે વરસાદના કારણે પૂર્વ કચ્છ સામખિયાળી માળિયા હાઇવે બંધ કરાયો. મચ્છુ ડેમના ૩૨ જેટલા દરવાજા ખોલતા માર્ગ બંધ કરાયો. અનિચ્છનીય બનાવ ન બને તે માટે માર્ગ ડાયવર્ટ આપવામાં આવ્યું. અમદાવાદ- રાજકોટ જામનગરના વાહનોને ડાયવર્ઝન. વાહનોને રાધનપુર હાઇવે પર જવા ડાયવર્ઝન અપાયું. ઇમરજન્સી સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ. ચાલુ વરસાદ દરમિયાન પૂર્વ પોલીસની કામગીરી. સામખિયાળી માળિયા હાઇવે પર પોલીસ કાફલો તૈનાત કરાયો. નાના-મોટા તમામ વાહનને હાલ થોભી જવા સુચના આપી.ગાંધીનગરમાં વરસાદના કારણે સંત સરોવર છલકાયું છે. વરસાદી પાણી ભરાતા સંત સરોવરના ૫ દરવાજા ખોલવામાં આવ્યા.
સુરેન્દ્રનગરમાં પાંચ ડેમો ઓવરફ્લો થયા. નાયકા ડેમ, ધોળી ધજા, ત્રિવેણી ઢાંગા ડેમ ઓવરલો થયો. વાંસલ ડેમ અને મોરસલ ડેમ પણ ઓવરલો. ડેમ ઓવરફ્લો થતાં નદીઓમાં પાણી આવ્યા. લોકોને નદીના પટ્ટમાં ન નીકળવા કરી અપીલ. નાયકા ડેમમાં ૧૦ ગેટ ૫ ફૂટ ખોલવામાં આવ્યા. સુરેન્દ્રનગરનો ધોળી ધજા ડેમ, ભોગાવો નદી બે કાંઠે વંહેતી થઈ. મહેસાણાના ખેરાલુમાં ૭૦ મી.મી વરસાદ નોંધાયો. હાલમાં ઝરમર ઝરમર વરસાદ ફરી ચાલુ થયો. ખેરાલુમાં સિઝનનો વરસાદ ૫૦૭ મી.મી નોંધાયો. જયારે ઊંઝામાં પણ રાત્રિ દરમ્યાન ભારે વરસાદનું જોર જોવા મળ્યું. રાત્રિ દરમ્યાન ૮૩ મીમી વરસાદ ખાબક્યો. નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયાં. મહિલા કોલેજ રોડ વિસ્તારમાં પાણી ભરાયા.
જુનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ ખાબકયો. ચાર કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ પડતા અનેક વિસ્તારો જળબંબાકાર થયા. આજે પણ શહેરમાં વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો. ભારે વરસાદને પગલે સાબલી ડેમના ચાર દરવાજા ખોલાયા. વંથલીના ખોરાસા નજીક આવેલા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. ઉપરવાસમાંથી પાણીની આવક થતાં ડેમના દરવાજા ખોલાયા. ડેમના ચાર દરવાજા ૧.૫૦ ફૂટ ખોલાયા. ડેમના દરવાજા ખોલાતા ખોરાસા, માણેકવાડા, મઘરવાડા ગામોને એલર્ટ કરાયા છે. ગુજરાતમાં ભારે વરસાદના કારણે હાહાકાર મચી ગયો છે. અનેક જિલ્લાઓમાં રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદને જોતા રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.