અમદાવાદ, ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો સમય આવી ગયો છે. ૧ જાન્યુઆરીથી ગુજરાતનું વાતાવરણ પલટાયું છે. ત્યારે હવે ગુજરાતમાં પણ કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે. ત્યારે આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગે લોકોને ચેતવ્યા છે. રાજ્યમાં બે દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળશે. નલિયામાં સૌથી ઓછું ૮.૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે. પવનની ગતિને કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હાલ રાજ્યમાં પવનની ગતિ ઉત્તરથી ઉત્તર પૂર્વીય તરફ જોવા મળી છે. જેથી લોકો સવારની ઠંડીનો સદુપયોગ કરતા જોવા મળ્યા છે. એક તરફ પાર્ક્સમાં લોકોની ભીડ તો બીજી તરફ લોકો નિરો, સૂપ અને જ્યુસનો સેવન કરતા જોવા મળ્યા છે.
ગુજરાતમાં આગામી પાંચ દિવસ તાપમાનમાં ફેરફાર નહી નોંધાય તેવી આગાહી કરી છે. રાજ્યમાં સૌથી ઓછું ૮.૪ ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૫.૯ ડિગ્રી નોંધાયું છે. હાલ રાજ્યમાં ઉત્તરથી ઉત્તર પૂર્વીય દિશામાં પવનની ગતિ રહેશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, ડિસેમ્બર કરતા જાન્યુઆરીમાં ઠંડીનું પ્રમાણ વધશે છતાં સરેરાશથી ૧થી ૨ ડિગ્રી ઓછી રહી શકે છે. શહેરમાં જાન્યુઆરીમાં સરેરાશ ૧૫ ડિગ્રી લઘુતમ તાપમાન રહે છે. હવામાન ડાયરેકટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું કે, જાન્યુઆરીમાં દિવસનું તાપમાન ૧થી ૨ ડિગ્રી નીચું રહેશે. જેથી દિવસે પણ ઠંડી વધશે.
પ્રથમ અઠવાડિયાથી પારો ક્રમશ: ઘટવા માંડશે. નોંધનીય છે કે, ગુજરાતના અનેક સ્થળે ઠંડીનો ચમકારો વયો છે. ૮.૪ ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે. ભુજમાં ૧૧.૭ ડિગ્રી અને રાજકોટમાં ૧૨.૮ ડિગ્રી નોંધાઈ છે. ડીસામાં ૧૩.૨ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૪ ડિગ્રી નોંદાઈ છે. પોરબંદરમાં ૧૪.૪ ડિગ્રી, અમરેલીમાં ૧૫ ડિગ્રી નોંધાઈ છે. અમદાવાદ અને દ્વારકામાં ૧૫.૯ ડિગ્રી તાપમાન નોંધાયું છે.
અમદાવાદ શહેરમાં વહેલી સવારે ઠંડી તો દિવસે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ૧૨ ડિગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે. ગઈકાલે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૬.૨ ડિગ્રી તો મહત્તમ તાપમાન ૨૮ ડિગ્રી નોંધાયું છે. નલિયામાં સૌથી ઓછું ૮.૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઠંડીમાં ઘટાડો થયો છે. ડિસેમ્બરમાં સામાન્ય કરતા ઠંડીનો પારો ઊંચો નોંધાયો છે. જોકે, આ વર્ષે વેસટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડી ઓછી છે.
કચ્છના નલિયામાં વર્ષના આરંભે ઠંડીનું સામ્રાજ્ય છવાયું છે. ઠંડીનો પારો ગગડીને ૮.૮ ડિગ્રીએ પહોંચ્યો છે. મહત્તમ તાપમાન રાજ્યમાં સૌથી ઓછું ૨૪.૨ ડીગ્રી થતા દિવસ પણ ઠંડી અનુભવાઈ રહી છે. ભુજમાં મોસમનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે. ભુજમાં મોસમની સૌથી વધુ ઠંડી આજે અનુભવાઈ છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલ તો ઠંડી નહિ આવે, પરંતું આગામી ૧૦-૧૧ જાન્યુઆરીમાં ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતા છે. તો સાથે જ પતંગના રસિકો માટે સારા સમાચાર એ છે કે, આ વર્ષે ઉત્તરાયણ ઉપર સાનુકૂળ વાતાવરણ રહેશે. ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે. તેથી લોકો સરળતાથી પતંગોત્સવ માણી શકે છે.