સૂત્રાપાડાના હરસાણા ગામ નજીક એક્ટિવા પર પોતાના ત્રણ બાળકો સાથે દંપતિ સુત્રાપાડા થી માતાજીના મંદિર જઇ રહ્યુ હતું ત્યારે અકસ્માત સર્જાયો હતો . જેમાં છ વર્ષના બાળકનું મોત નિપજ્યુ હતું.તો બનાસકાંઠાના ધાનેરામાં ખેત તલાવડીમાં ડૂબવાથી બે ભાઈના મોત નિપજ્યા. સ્થાનિક તંત્રની ટીમે બન્ને ભાઇઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
આ તરફ સાબરકાંઠાના ઇડર-વલાસણ હાઇવે પર ટ્રક ચાલકને ઝોકુ આવતા ટ્રક પુલ પરથી નીચે ખાબક્યો હતો. આ ઘટનામાં એકનું મોત થયું હતું જ્યારે અન્ય ૨ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
અકંલેશ્ર્વવરથી ભરૂચ જવાના માર્ગ પર ભૂતમામાની ડેરી પાસે હાઇવા ટ્રક અને બાઇક સવાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનાના બાઈક સવાર યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું ..અજિત કુશવાહા નામનો યુવક દહેજ ખાતે આવેલી જીઇહ્લ કંપનીમાં નોકરી કરવા માટે અંકલેશ્ર્વરથી દહેજ જવા માટે નીકળ્યો હતો તે સમયે આ ઘટના ઘટી હતી.