અમદાવાદ, આજે રાજ્યમાં ચાર જગ્યાએ અકસ્માતની ઘટના બની છે. સુરેન્દ્રનગરના લખતર હાઇવે પર અકસ્માતમાં કારમાં સવાર તમામ પાંચ લોકોના મૃત્યુ થઇ ગયા છે. તો દાહોદના ગરબાડા-અલીરાજપુર હાઇવે પર ટ્રક અને રિક્ષા વચ્ચે થેયલાં અકસ્માતમાં છ લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા છે અને એક વ્યક્તિ ઘાયલ થયો છે. જામનગરમાં બે કાર વચ્ચે અકસ્માતમાં દંપતીનું મૃત્યુ થયું છે. અને અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત છે. તો મોરબી જિલ્લાના માળિયાના ત્રણ પદયાત્રીઓને ડમ્પર ચાલકે અડફેટે લીધા હતા. હરીપર પાસે થયેલાં અકસ્માતમાં એક યુવકનું મૃત્યુ થયું છે. ત્રણ ઇજાગ્રસ્ત થયો છે. સાતેય યુવક પગપાળા માતાના મઢે દર્શન કરવા જતા હતા ત્યારે તેમના પર ડમ્પર ફરી વળ્યુ હતુ.
જામનગરમાં બે કાર વચ્ચે અકસ્માતમાં પતિ-પત્નીનું મોત થયું છે. ચેલાથી ચંદ્રગઢ વચ્ચે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. દોઢીયાથી રામપર શ્રાદ્ધ માટે જતા પરિવારને અકસ્માત નડ્યો છે. ઘાયલોને સારવાર માટે જામનગર જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં ત્રણ પદયાત્રીને ડમ્પર ચાલકે અડફેટે લીધા હતા. હરીપર પાસે સર્જાયેલ અકસ્માતમાં એક યુવકનુ મૃત્યુ તેમજ ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. વાંકાનેરના સમઢીયાળા-રાતડીયા ગામના રહેવાસી સાતેય યુવકો હતા. ૭ યુવકો પગપાળા માતાના મઢે દર્શન કરવા જતા હતા તે સમયે ત્રણને ડમ્પરે અડફેટે લીધા હતાં.
દાહોદના ગરબાડા-અલીરાજપુર હાઇવે પર એક દર્દનાક અને કાળજુંકંપાવી દે તેવી મર્ગ અકસ્માતની ઘટના બની છે. વિગતો મુજબ પાટીયાઝોલ તળાવ પાસે રીક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ તરફ આ દર્દનાક અકસ્માતમાં એક્સાથે ૬ વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હોઇ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ ગરબાડા પોલીસ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર-લખતર હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ ઝમર ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ઘટના સ્થળે જ કારમાં સવાર ૫ વ્યક્તિના મોત થયા હતા.