
અમદાવાદ,હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ દરમ્યાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો ન હતો. તેમજ ગુજરાતમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે. તેમજ અમદાવાદ સહિત રાજ્યના અમુક વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેવાની શક્યતા છે. જ્યારે તાપમાનનો પારો ૧૩ ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.
આ બાબતે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી હતી કે, હાલ શિયાળાની ૭૦ ટકા સીઝન પૂર્ણ થઈ ગઈ છે. શિયાળાની સીઝન દરમ્યાન બે થી ત્રણ રાઉન્ડ સારા હતા. આ વર્ષે અલનીનોને કારણે ઠંડી ખૂબ જ ઓછી રહેવા પામી હતી.
તેમજ વધુમાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ૨૮ ફેબ્રુઆરીથી શિયાળો વિદાય લેતો હોય છે. અને માર્ચ મહિનાથી ધીમે ધીમે ઉનાળો શરૂ થતો હોય છે. ત્યારે આ વર્ષે ૨૦૨૩-૨૪ માં શિયાળો ૧૫ ફેબ્રુઆરી પછી વિદાય લઈ શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. માર્ચ મહિનાથી તાપમાન વધતું હોય છે. તેમ ૧૫ ફેબ્રુઆરીથી તાપમાનનો પારો વધવાની શક્યતા છે.