ગુજરાતમાં આ વર્ષે વાયરલ એક્ધેફેલાઇટીસના કુલ ૧૬૪ કેસ નોંધાયા : જે પૈકી ૬૧ કેસ ચાંદીપુરા પોઝીટીવ જણાયા

ગુજરાત વિધાનસભામાં ટુંકી મુદ્દતના પ્રશ્ર્નમાં ચાંદીપુરા વાયરસ અને વાયરલ એક્ધેફેલાઇટીસની સ્થિતિ અંગેના પ્રત્યુત્તરમાં આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલ એ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા ૬ દિવસમાં વાયરલ એક્ધેફેલાઇટીસ કે ચાંદીપુરાનો એક પણ નવો કેસ નોંધાયો નથી તેમજ રાજ્યમાં ૧૨ દિવસમાં વાયરલ એક્ધેફેલાઇટીસ કે ચાંદીપુરાથી સંક્રમિત એક પણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી.

વધુ વિગતો આપતા તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં વર્ષ ૨૦૨૪માં રાજ્યના ૧૬૪ જેટલા દર્દીઓને વાયરલ એક્ધેફેલાઇટીસનું સંક્રમણ જોવા મળ્યું. જે પૈકી ૬૧ જેટલા કેસ ચાંદીપુરા પોઝીટીવ હોવાનું જણાંયુ હતુ.ચાંદીપુરા રોગના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકારે પ્રો-એક્ટિવલી કામગીરી કરી છે. રાજ્યમાં શંકાસ્પદ અને પોઝીટીવ જણાયેલ અસરગ્રસ્ત વિસ્તારો સહિતના આસપાસના વિસ્તારોમાં કુલ ૫૩,૯૯૯ ઘરોમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરાઇ.કુલ ૭,૪૬,૯૨૭ કાચા ઘરોમાં મેલિથિયોન પાવડર થી ડસ્ટિંગની કામગીરી અને કુલ ૧,૫૭,૦૭૪ કાચા ઘરોમાં સ્પ્રેઇંગની કામગીરી કરવામાં આવી છે.

અસરગ્રસ્ત વિસ્તારોની કુલ ૩૧,૫૬૩ શાળામાં મેલિથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ ૮,૬૪૯ શાળામાં સ્પ્રેઇંગની કામગીરી કરવામાં આવી છે. ટકુલ ૩૬,૧૫૦ આંગણવાડીમાં મેલિહ્થિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ ૮,૬૯૬ આંગણવાડીમાં સ્પ્રેઇંગની કામગીરી કરાઇ છે. અત્યાર સુધી નોંધાયેલ કુલ ૧૬૪ વાયરલ એક્ધેફેલાઇટીસ સંક્રમિત દર્દીઓને સત્વરે અને સધન સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જે પૈકી ૭૩ બાળકોના દુ:ખદ મૃત્યુ નિપજ્યા જે પૈકી ચાંદીપુરા સંક્રમિત ૨૮ બાળકોના દુ:ખદ મૃત્યુ નોધાયા છે. તમામ કેસ પૈકી ૮૮ બાળકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હોવાનું મંત્રીએ ઉમેર્યુ હતુ.