
બેરોજગાર યુવાનો તેમજ વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરી તેમજ ગુજરાતના 78,000 યુવાનોએ ટાટ, ટેટની પરીક્ષા પાસ કરેલ હોવા છતાંય પણ ભરતી ના કરાતાં સરકાર સામે આકરા પ્રહારો કરી શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી સાથે દગાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ જીલ્લા કલેક્ટરને આપવામાં આવેલ આવેદપત્રમાં જણાવ્યાં અનુસાર, સમગ્ર બેરોજગાર યુવાનો અને વિધ્યાર્થી ઓને ચિંતા કરી નીચે જણાવેલ બાબતે ને ધ્યાનમાં રાખી આવેદન પત્ર આપવાની ફરજ પડેલ છે. છેલ્લા એક વર્ષથી ગુજરાતનાં 78000 યુવાનોએ ટાટ ટેટની પરીક્ષા પાસ કરેલ છે અને તે યુવાનોની ભરતીના કરી યુવાનોને સરકાર દ્વારા ઠાલા વચનો આપી વારંવાર ભરતી કરવાની તારીખો આપી છેતરવામાં આવી રહેલ છે.
જે બાબતે પરીક્ષા પાસ કરેલ યુવાનો દ્વારા તેમના હક અને અધિકાર અંતર્ગત ન્યાય મેળવવા ગાંધીનગર ખાતે એકઠા થઈ ન્યાય માંગતા પહેલા યુવાનોને રોજગારી આપવામાં ન આવતી સરકાર દ્વારા યુવાનો ઉપર પોલીસને આગળ કરી જે અત્યાચાર કરવામાં આવેલ છે. તે તેમજ મહિલાઓને ખુલ્લેઆમ જાહેરમાં જાહેર રસ્તા ઉપર ટીંગાટોળી કરી ઘસડીને અપમાનિત કરી હિટલરશાહી અપનાવવામાં આવેલ છે જેની અમો સખત શબ્દોમાં ટીકા કરીએ છીએ અને આ કૃત્ય બદલ શિક્ષણ મંત્રી રાજીનામું આપે તેવી માંગણી કરીએ છીએ. સમગ્ર ગુજરાત રાજ્યમાં 32,000 શિક્ષકોની જગ્યા ખાલી છે.
તેની સામે યુવાનોને સાથે છેતર પિંડી કરી ફક્ત 7500 જગ્યા ભરવાની લોલીપોપ આપી પરીક્ષા પાસ કરેલી 78,000 યુવાનોના ભવિષ્ય સાથે છેડા કરવામાં આવેલ છે, તે યોગ્ય નથી. માટે સંપૂર્ણ 32,000 ખાલી જગ્યાઓ ભરવા અમારી માંગ છે. એનઈઈ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને નીટની પરીક્ષામાં ગેરરીતી કરી આશાસ્પદ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખીલવાડ કરી બહેરી મૂંગી અને આંધળી સરકાર દ્વારા વારંવાર શિક્ષણ ક્ષેત્રે ગેરરીતિ કરી પેપર ફોડ પ્રવૃત્તિ કરી સમગ્ર વિદ્યાર્થીઓને યુવાનો સાથે જે અન્યાય કરેલ છે.
તે ગેરરીતીની સામે તટસ્થ તપાસ કરી જવાબદાર કન્નુરવાર સામે કાયદેસરની કાર્યરી કરવા અમારી માંગ છે. જો અમારી લાગણી અને માંગણી ધ્યાનમાં લેવામાં નહીં આવશે અને ભીનો સંકેલવાની કોશિશ કરવામાં આવશે તો દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓ અને યુવાનો અને સમગ્ર વાલીઓની સાથે રાખી યુવાનોના ભવિષ્યની ચિંતા કરી ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. તેવી પણ દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.