ગુજરાતમાં ૭૫% આત્મહત્યા માટે આર્થિક -કારણો જવાબદાર ગુજરાતમાં હવે વિદ્યાર્થીઓથી વયસ્કોની આત્મહત્યાની ઘટનાઓ વધી રહી છે.

અમદાવાદ,અમદાવાદમાં દર્શન સોલંકી નામના એક વ્યક્તિએ એક ઈમારતના સાતમા માળથી ઝંપલાવીને આત્મહત્યા કરી અને સ્થાનિક પોલીસે તેને આકસ્મીક મૃત્યુનો કેસ ગણીને ફાઈલ બંધ કરી પણ એક માસ બાદ દર્શને લખેલી એક સ્યુસાઈડ નોટ આત્હમત્યા પુર્વે લખેલી ચીઠ્ઠીમાં નિષ્ફળ થયું કે તેની આ આત્મહત્યા પાછળ મુંબઈમાં આઈઆઈટીમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી જવાબદાર હતો અને તેની ધરપકડ થઈ. આમ આત્મહત્યા સમયે વ્યક્તિ જો તેની આખરી નોંધ લખે છે તેનાથી તેણે આ માટે આ અંતિમ પગલું લેવું પડયું છે.

તે નિશ્ર્ચીત કરી શકાય છે. વાસ્તવમાં ગુજરાતમાં હવે વિદ્યાર્થીઓથી વયસ્કોની આત્મહત્યાની ઘટનાઓ વધી રહી છે. જેમાં મોટાભાગની આત્મહત્યા પાછળ નાણાકીય તંગી કે પછી તે નાણાની લેવડ-દેવડમાં ફસાઈ ગયો હોય તે જવાબદાર હોવાનું બહાર આવે છે. કોઈ વ્યક્તિ મરતા સમયે ખોટું બોલતો નથી તેવું એક સામાન્ય રીતે માનવામાં આવે છે અને તેથી સ્યુસાઈડ નોટના આધારે આત્મહત્યા માટે પ્રેરણા આપવા કે પછી આ પ્રકારના પગલા ભરી ધકેલવા પાછળ જવાબદારની સામે અનેક વખત કેસ પણ નોંધાય છે જેમાં એવું માનવામાં આવે છે કે મૃતકને ‘ન્યાય’ મળવો જોઈએ. હાલમાં જ ગુજરાત પોલીસના ફોરેન્સીક વિભાગે આ પ્રકારે ૨૦૦થી વધુ આત્મહત્યા નોંધનું વિશ્લેષણ કર્યુ હતું. જેમાં ૭૮% નોંધ લખનાર પુરુષો હતા અને તેઓમાં ૫૦% એ નાણાકીય ચિંતા કે કોઈ સાથે નાણા આજે લેવામાં ફસાયા હોય અથવા તો કોઈને નાણા આપીને તે પરત આપતા નથી તેથી તેને આ પગલું લેવું પડયું હોય તે દર્શાવાયુ હતું. આ પ્રકારે આત્મહત્યા કરનારે લાંબા સમય પુર્વે આ વિચારી રાખ્યું હશે તેવું તારણ કાઢવામાં આવ્યુ છે તેની નાણાકીય સ્થિતિ ઉતરોતર બગડતી જતી હતી અને કોઈ માર્ગ મળતો ન હતો તેથી તેણે પોતાની આત્મહત્યા માટે આ પ્રકારે નોંધ તૈયાર રાખી હોઈ શકે છે. મોટાભાગના લોકો જે વ્યાજ વિ.માં ફસાયા હોય તે લાંબી નોંધ લખે છે જેથી તેને આ સ્થિતિમાં મુકવા માટે જેણે ‘ફરજ-પાડી’ તેને પછી તેના કુટુંબને હેરાન કરવા માટે તક જ રહેનારી અને પોલીસ એકશન પણ આપીને અન્ય કેસમાં ધંધાકીય નિષ્ફળતા સતાવતી હોય છે.

કોઈ મોટું દેવું નહી હોવા છતા તેને રોજબરોજનો વ્યવહાર ચલાવવામાં મુશ્કેલી પડતી હોય તેના પર કુટુંબીજનો ‘ફલોપ’નું લેબલ લગાવતા હોય તો તે આત્મહત્યા ભણી દોરી જાય છે તેમાં કોઈને ‘હેરાન’ નહી કરવા પોલીસને વિનંતી થાય છે. હવે આત્મહત્યા પુર્વે વોટસએપ નોંધ કે વિડીયો પણ રેકોર્ડ કરવાની નવી પદ્ધતિ શરૂ થઈ છે. આયેશાખાન નામની મહિલાએ આત્મહત્યા પુર્વે તેના માતા-પિતાને સંબંધીત એક વિડીયો મેસેજ મોકલ્યો જે તેના પતિએ જે અત્યાચાર કર્યો તેનો પુરાવો બની ગયો હતો અને પોલીસે તુર્તજ આરોપી પતિને ઝડપી લીધો હતો. મહિલાઓ પોતાની કથની રોતા-રોતા પણ કહે છે પણ પુરુષો રોઈ શક્તા નહી હોવાથી તે ખુદ લખીને વ્યથા કહે છે.