ગુજરાતમાં પાંચ વિકલાંગ અધિકારીઓના ફરીથી મેડિકલ ટેસ્ટ થશે

ગુજરાત સરકારે પાંચ અધિકારીઓના ફરીથી મેડિકલ ટેસ્ટ કરવાના આદેશ આપતા વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ખોટા દિવ્યાંગ સર્ટિફિકેટ ના આધારે સિવિલ સવસમાં ભરતી થયાની રજૂઆતના પગલે ફરીથી તપાસ શરૂ કરવામાં આવી છે.

પૂજા ખેડકરે કથિત રીતે સનદી સવસમાં જોડાવા માટે પોતાનું વિકલાંગતા પ્રમાણપત્ર બનાવટી બનાવ્યું હતું. આ ઘટસ્ફોટ બાદ મહારાષ્ટ્રની અમલદારશાહી અને સરકારના કોરિડોરમાં ખળભળાટ મચી ગયો હતો.મહારાષ્ટ્રની આઇએએસ મહિલા અધિકારી પૂજા ખેડકરનો મામલો સામે આવ્યા પછી રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. એઈમ્સ કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ થઈ શકે છે.

સૂત્રો મુજબ ગુજરાતના પાંચ આઇએએસ અધિકારીઓના ફરીથી મેડિકલ ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે. ખોટા દિવ્યાંગ સટફિકેટના આધારે સિવિલ સવસમાં ભરતી થયાની રજૂઆતના પગલે ફરીથી તપાસ શરૂ કરવામાં આવી છે. પાંચ અધિકારીઓના પૈકી એક આઇએએસ અધિકારી રાજ્ય સરકારના વહીવટી તંત્રમાં ટોચ પર ફરજ બજાવે છે. જો આ મેડિકલ તપાસમાં આ તમામ અધિકારીઓ અનફિટ જાહેર થાય તો નોકરી પણ જતી રહે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સૂત્રોના પ્રમાણે, રાજ્યમાં તમામ આઈએએસ, આઈપીએસ, અને આઈએફએસ અધિકારીઓ કે જેમણે વિકલાંગ સટફિકેટ રજૂ કર્યા છે, તેમણે ફરીથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ કરાવવા આદેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ફરીથી આ નવુ વિકલાંગ સટફિકેટ યુપીએસસી સમક્ષ રજૂ કરવાનું રહેશે.