ગુજરાતમાં ૨૪ કલાકમાં ૧૫૭ તાલુકામાં વરસાદ: સૌથી વધુ જૂનાગઢના ભેંસાણમાં ૪.૫ ઈંચ વરસાદ,તો પાટણમાં ૪ ઈંચ વરસાદ વરસ્યો

અમદાવાદ, રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ૨૪ કલાકમાં કુલ ૧૫૭ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ૪૭ તાલુકામાં એક ઇંચથી લઇને ચાર ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ જૂનાગઢના ભેંસાણમાં ૪.૫ ઈંચ વરસાદ ખાબક્યો છે. તો પાટણમાં ૪ ઈંચ વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

છેલ્લા ૨૪ કલાકમાં ૩૦ જિલ્લામાં વરસાદ વરસ્યો છે. પોરબંદરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. તો મહેસાણાના વીરપુરમાં ૩.૩ ઇંચ વરસાદ ખાબક્યો છે. કચ્છ મુંદ્રામાં ૩.૨ ઇંચ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના લાખાણીમાં ૩.૧ ઇંચ વરસાદ વરસ્યો છે. કચ્છના અંજારમાં પણ ૩ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

રાજ્યભરમાં મેઘરાજાએ જમાવટ કરી છે. કચ્છમાં અત્યાર સુધીમાં સીઝનનો ૯૪ ટકા વરસાદ પડી ગયો છે. તો સૌરાષ્ટ્રમાં સીઝનનો ૫૩ ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં ૩૫ ટકા વરસાદ વરસી ગયો છે. દક્ષિણ ગુજરાતમાં ૨૮ ટકા વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતમાં ૨૫ ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સીઝનનો સરેરાસ ૩૬ ટકા વરસાદ વરસી ગયો છે.

પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં ૪૦.૩૪ ટકા સીઝનનો વરસાદ વરસ્યો છે. તો બનાસકાંઠામાં સીઝનનો ૪૭.૯૯ ટકા, મહેસાણામાં ૨૯.૯૭ ટકા, સાબરકાંઠામાં ૩૧.૪૧ ટકા, અરવલ્લીમાં ૨૩.૫૨ ટકા, ગાંધીનગરમાં ૩૪.૪૧ ટકા વરસાદ નોંધાયો છે.અમદાવાદમાં સીઝનનો ૨૯.૬૪ ટકા વરસાદ વરસી ગયો છે. તો ખેડામાં ૩૩.૩૧ ટકા, આણંદમાં ૩૩.૬૦ ટકા, વડોદરામાં ૨૧.૪૯ ટકા, છોટા ઉદેપુરમાં ૧૪.૩૨ ટકા, પંચમહાલમાં ૨૧.૫૨ ટકા, મહિસાગરમાં ૨૫.૦૮ ટકા વરસાદ નોંધાયો છે. તો દાહોદમાં સીઝનનો ૧૫.૬૯ ટકા વરસાદ નોંધાયો છે.

પોરબંદર અને વીજાપુરમાં સાડા ૩ ઈંચ વરસાદ પડ્યો છે. મુંદ્રા અને લાખણીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યના ૧૯ તાલુકામાં ૨ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ૪૭ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.મુંદ્રા અને લાખણીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે.

બીજી બાજુ, રાજ્યમાં ડેમ અને જળાશયોની સ્થિતિની વાત કરીએ તો, રાજ્યમાં સાર્વત્રિક વરસાદથી જળાશયોમાં આવક થઇ રહી છે. રાજ્યના કુલ ૨૦૭ ડેમ પૈકી ૧૯ સંપૂર્ણ ભરેલા છે. કુલ ૨૦૭ ડેમમાં ૪૫.૪૯ ટકા પાણીનો જથ્થો છે. કચ્છના ૨૦ ડેમમાં ૫૦.૯૩ ટકા પાણીનો જથ્થો છે. કચ્છના ૨૦ ડેમ પૈકી ૪ ડેમ સંપૂર્ણ ભરેલા છે. સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમમાં ૪૯.૫૭ ટકા પાણીનો જથ્થો છે. સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમ પૈકી ૧૪ ડેમ સંપૂર્ણ ભરેલા છે. ઉત્તર ગુજરાતના ૧૫ ડેમમાં ૪૯.૩૮ ટકા જથ્થો છે. દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમમાં ૩૫.૧૬ ટકા જથ્થો છે. દક્ષિણ ગુજરાનતા ૧૩ પૈકી ૧ ડેમ સંપૂર્ણ ભરેલો છે. મધ્ય ગુજરાતના ૧૭ ડેમમાં ૨૯.૯૯ ટકા જથ્થો છે. સરદાર સરોવર ડેમમાં ૫૬.૬૨ ટકા જથ્થો છે.