ગુજરાતના ચારને બદલે 20 શહેરોમાં રાત્રી કરફ્યુ : લગ્ન પ્રસંગમાં માત્ર 100 લોકોની જ મંજૂરી

પ્રતીકાત્મ તસ્વીર

રાજ્યમાં જે ગતિથી કોરોના ના કેસ વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખી આજે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને લોકડાઉન જરૂરી હોવાના અને વિકેટ કર્યું વિશે વિચારવા ના નિર્દેશ કર્યા હતા. આ નિર્દેશ પર રાજ્ય સરકારની કોર કમિટી દ્વારા વિચારણા કરી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.અગાઉ રાત્રી કર્ફ્યુ રાજ્યના ચાર મહાનગરોમાં જ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ હવે 30 એપ્રિલ સુધી 20 જિલ્લામાં રાત્રિ કરફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. આ રાત્રિ કરફ્યુ રાત્રે 8:00 થી 06:00 સુધી અમલમાં રહેશે.

આ સાથે જ રાજ્ય સરકારે જાહેરમાં થતા મોટા તમામ કાર્યક્રમો પણ 30 એપ્રિલ સુધી સ્થગિત કર્યા છે અને લગ્ન પ્રસંગમાં પણ માત્ર 100 લોકોની જ મંજૂરી આપવામાં આવી છે.

રાજ્યમાં 30 એપ્રિલ સુધી તમામ પ્રકારના મોટા કાર્યક્રમો સ્થગિત કરવામાં આવ્યા છે.આ ઉપરાંત ૩૦ એપ્રિલ સુધી શનિવાર અને રવિવાર તમામ સરકારી ઓફિસોમાં પણ કામ બંધ રહેશે. રાજ્ય સરકાર દ્વારા દિવસમાં કર્ફ્યુની કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી.

આ શહેરમાં રાત્રી કરફ્યુ

  • રાજકોટ
  • અમદાવાદ
  • વડોદરા
  • સુરત
  • જૂનાગઢ
  • જામનગર
  • ભાવનગર
  • ગાંધીનગર
  • આણંદ
  • નડિયાદ
  • મહેસાણા
  • મોરબી
  • પાટણ
  • ગોધરા
  • ભરૂચ
  • સુરેન્દ્રનગર
  • અમરેલી
  • દાહોદ
  • ભુજ
  • ગાંધીધામ