કોરોના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના ગુજરાતમાં 2 કેસ

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર શાંત પડી રહી છે…પરંતુ કોરોનામાં નવો એક વેરિએન્ટ જોવા મળ્યો છે…આ નવો ડેલ્ટા પ્લસ વેરિએન્ટ ચિંતાનો વિષય છે…ભારતમાં કોવિડ-19ના ડેલ્ટા વેરિએન્ટના કેસ સતત વધતા ખતરો વધી રહ્યો છે…ગુજરાત રાજ્યમાં પણ 2 કેસ નોંધાયા હતા…કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર પત્રકાર પરિષદમાં ગુજરાતમાં કોરોનાના ડેલ્ટા પ્લસની એન્ટ્રી થઈ હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી...ડેલ્ટા પ્લસ વેરિએન્ટના આ બે કેસ સુરત અને વડોદરામાં નોંધાયા હતા…

દેશમાં ડેલ્ટા પ્લસના 48 કેસ, ગુજરાતમાં 2 કેસ નોંધાયા
દેશમાં સામે આવેલા કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યા છે…અત્યારે સરકારે જાણકારી આપી ત્યા સુધી દેશમાં 18 જિલ્લામાં ડેલ્ટા પ્લસના કેસ સામે આવ્યા છે…જેમાં ગુજરાત રાજ્યનો પણ સમાવેશ થયો હતો…કોરોના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે અને ત્યાર બાદ મધ્યપ્રદેશમાં 7 કેસ જોવા મળ્યા હતા…