- દિકરી તો પારકી થાપણ કહેવાય.
- દિકરીઓ ગાય કહેવાય વાળે ત્યાં વળી જાય જેવી કહેવતો આજે ઠાકોર સેના સાર્થક કરી બતાવ્યું.
બાલાસીનોર,બાલાસિનોર તાલુકાના માળના મુવાડા ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તેમજ નિરાંત પરિવાર દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિસાગર જીલ્લા પ્રમુખ કિરીટસિંહ ઝાલાની આગેવાની હેઠળ પ્રથમ સમૂહ લગ્ન યોજાયો. જેમાં 9 યુગલ યુવતી પ્રભુતા ના પગલાં પાડયા.
સમૂહ લગ્ન એટલે એક જ સમયે અને એક જ સ્થળે એક કરતાં વધુ યુગલનાં લગ્નનું સામુહિક આયોજન જેમાં આજના યુગમાં લગ્ન પ્રસંગ ઘણો ખર્ચાળ બને છે અને ખોટી દેખાદેખી પાછળ આર્થિક ભીંસ વધતી જાય છે. દિવસેને દિવસે મોંઘવારી પણ વધતી જાય છે, તેથી આ સમયમાં સમૂહ લગ્ન એ આશિર્વાદ સમાન હોય છે. સમૂહ લગ્નનો દરેક સમાજે સ્વીકાર કર્યો છે, તેમજ સમૂહ લગ્નના લીધે માણસોના સમય અને ખર્ચમાં બચત થતો હોવાથી માળના મુવાડા ખાતે આયોજન કરવામાં આવ્યું
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બાલાસિનોર તાલુકા તથા નિરાંત પરિવાર માળના મુવાડા આયોજીત પ્રથમ સમૂહ લગ્ન ઉત્સવમાં બાલાસિનોરના પુર્વ ધારાસભ્ય અને વડોદરા જીલ્લા પ્રભારી રાજેશભાઈ પાઠક, બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, અજેલસિંહ પરમાર, ઉદેસિંહ ઠાકોર, જયાબેન ઠાકોર, ઉદેસિંહ ચૌહાણ, ખેડા જીલ્લા પ્રમુખ ઇશ્ર્વરસિંહ પરમાર,અમદાવાદ જીલ્લા પ્રમુખ અનીલજી ઠાકોર તેમજ સામાજીક આગેવાનો, ઠાકોર સેનાના જીલ્લા તેમજ તાલુકાના કાર્યકર, નિરાંત પરીવારના કાર્યકરો હાજર રહી નવદંપત્તિઓને આશીર્વાદ આપી શુભેચ્છાઓ પાઠવી હતી.