ગુજરાત હાઇકોર્ટ દ્વારા પંચમહાલ જિલ્લાના મોરવા(હ) સિંચાઈના 6 જેટલા છુટા કરેલ રોજમદાર કામદારોને ન્યાય મળતા વર્ષો બાદ ફરજ ઉપર હાજર કરતા નવું જીવનદાન પરિવાર આનંદમય

મોરવા(હ), પંચમહાલ જિલ્લાના પાનમ યોજના વર્તુળના તાબા હેઠળની મોરવા હડપ નાયબ કાર્યપાલક ઈજનેર સિંચાઈમાં વર્ષો સન 1987 થી રોજમદાર તરીકે ફરજ બજાવતા નટવર રાયસીંગ હરીજન બકુલ રાયસીંગ બારીયા નાથા ભાઈજી બારીયા પટેલ લક્ષ્મણ ધીરા અર્જુન સંગાડા બારીયા મનહર મથુર ફરજના સમય દરમિયાન જણાવેલ કામદારોને કોઈપણ જાતના વ્યાજબી કારણો સિવાય લાંબા સમયની નોકરીમાં આઈ ડી એકટની કલમ 25 એચ અને 25 એફનો ભંગ કરી કરી તેમની લાંબા સમયની નોકરી બાદ વર્ષ 1998માં નોકરીમાંથી છૂટા કરી દેતા સામૂહિક કામદારોએ ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ.એસ. ભોઈ દ્વારા મજુર અદાલત ગોધરા ખાતે નોકરીમાં પુન: સ્થાપિત થવા કેસ દાખલ જે કેસ ચાલી જતા કામદારો તરફે સીતેશ ભોઈ તથા વૈભવ આઈ. ભોઈ હાજર રહી દલીલો કરે તે દલીલો ધ્યાને લઈ ગોધરા મજુરાદાલત દ્વારા તમામ કામદારોને નોકરીમાં પુન: સ્થાપિત કરવાનો આદેશ કરેલ જે હુકમથી નારાજ થઈ સરકારશ્રીએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ વ્યક્તિગત સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન અરજી દાખલ કરેલ તે સમય દરમિયાન કામદારોએ તે અરજીનોનો આખરી નિકાલ થાય ત્યાં સુધી આઈડી એકની કલમ-17 બી મુજબ સી એ દાખલ કરી ફરજમાં હાજર કરવા અથવા પગાર ચૂકવવાનીની માંગણી કરી પરંતુ સરકાર દ્વારા પગાર ચૂકવવાની માંગણી ગ્રાહ્ય ન રાખતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા તમામ કામદારોને તાકીદ થી ફરજમાં હાજર કરવાનો આદેશ કરેલ તે મુજબ કામદારોને તારીખ 15/3/23 ના રોજ 22 વર્ષ બાદ ફરજ ઉપર હાજર કરેલ છે, તે કામદારો પૈકી લક્ષ્મણભાઈ ધીરાભાઈ નિવૃત્તિ થતા તેઓને હાજર કરેલ ન હતા. જ્યારે અર્જન સંગાડા તથા મનહરભાઈનું અવસાન થતા તેમની જગ્યાએ તેમના વારસપત્નીઓને કેસમાં જોડી ફેમિલી પેન્શન મળે તે બાબતની કાર્યવાહી પણ ફેડરેશન દ્વારા હાથ ધરવામાં આવેલ છે. આમ, આશરે 22 વર્ષ જેટલા લાંબા સમય બાદ અરજદારોને નવું જીવન મળેલ છે. જે થકી પરિવાર આનંદ છવાયો છે.